દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને લઈને ગુપ્તચર એજન્સીઓએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. જો ગુપ્તચર એજન્સીઓના એલર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર હુમલો થઈ શકે છે. એજન્સીઓનો દાવો છે કે ખાલિસ્તાની અરવિંદ કેજરીવાલ પર હુમલો કરી શકે છે. તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. જોકે, આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી કે કેન્દ્ર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.
ગુપ્તચર સૂત્રોના જણાવાયાનુસાર, ખાલિસ્તાન સંગઠનવાળા લોકો કેજરીવાલ પર હુમલો કરી શકે છે. બે-ત્રણ જણની ટુકડી આ માટે દિલ્હી ભણી આવવા નીકળી છે, જે કેજરીવાલ પર હુમલો કરી શકે છે. આ ટુકડી પંજાબમાં જોવા મળી હતી. અરવિંદ કેજરીવાલે આ માહિતીના સંદર્ભમાં પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે ઈશ્વર મને બચાવશે. મારું આયુષ્ય જેટલુ હશે એટલું હું જીવીશ.
સૂત્રોએ જણાવ્યું કે ખાલિસ્તાની પ્લોટની પાછળ પાકિસ્તાની ISIનો હાથ છે, જેનો હેતુ દિલ્હી અને પંજાબમાં કાનૂન વ્યવસ્થાને તોડી પાડવાનો છે. આ માનવ ગુપ્તચર છે. અમે વધુ માહિતી મેળવવાની કોશિશમાં છીએ, એમ સૂત્રોએ ઉમેર્યું. આપ સુપ્રીમો કેજરીવાલ હાલમાં ઝેડ પ્લસ સિક્યુરિટી કવર ધરાવે છે.
આ પણ વાંચો :-