સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ સ્લીપ થયા બાદ બાજુમાં પસાર થતી બસ નીચે બાઇકચાલક આવી જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
ઉધના વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં જોઈ શકાય છે કે રોડ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. આ દરમિયાન ST બસ પસાર થઈ રહી હતી ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલા મોપેડ ચાલક અચાનક સંતુલન ગુમાવીને સ્લીપ થઈ જતા બસનું ટાયર યુવકના શરીર પરથી ફરી વળે છે. આ ઘટના બાદ બસચાલકે પણ બસ ત્યાં ઉભી રાખી દીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉધના રોડ પર GSRTC બસ નીચે યુવકનું મોત નીપજ્યું હતું. ચિરાગ ભુપેન્દ્ર જૈન(ઉ.વ.આ.૨૨)ના બસની બાજુમાંથી ઓવરટેઈક કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન પોતાનું સંતુલન ન રહ્યું હોય તે રીતે સ્લીપ થઈને રોડ પર પટકાયો હતો. આ દરમિયાન બસનું પાછળનું વ્હીલ તેના પરથી પસાર થઈ ગયું હતું. જેથી સાપુતારા બાલાસિનોર જતી બસ નીચે કચડાતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો :-