Saturday, Sep 13, 2025

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની બસ ઊંડી ખીણમાં પડી, ૧૫ લોકોનાં મોત

2 Min Read

જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટી દુર્ઘટનાના ઘટી છે. અહીં પૂંછ વિસ્તારમાં જમ્મુ -પૂંછ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ અચાનક ઉંડી ખાઈમાં પડી ગઈ હતી.  હાલમાં ૧૫ યાત્રિઓ મર્યા હોવાની વિગતો મળી રહી છે. આ તમામ હાથરસના હતા. તો વળી દુર્ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ ટીમના સભ્યો પહોંચી ગયા હતા. કહેવાય છે કે, ૨૫ યાત્રિઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે. બસ ઊંડી ખીણમાં પડી હોવાની સૂચના મળતા સ્થાનિક પ્રશાસન ટીમ સાથે પહોંચી ગઈ અને તાત્કાલિક બચાવ કામ શરુ કરી દીધું હતું.

ઉત્તરાખંડઃ પૌરી ગઢવાલમાં જાનૈયા લઈ જતી બસ ખીણમાં પડતાં 25નાં મોત - Gujarati News, News in Gujarati - ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

વાસ્તવમાં, આ દુર્ઘટના જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે (૧૪૪A) પર ગુરુવારે બપોરે અખનૂરના તુંગી મોર વિસ્તારમાં એક ઊંડી ખાઈ નજીક ઘટી હતી. અકસ્માતનો ભોગ બનેલી આ બસ ઉત્તર પ્રદેશ RTOની છે, જેનો નંબર UP ૮૬EC ૪૦૭૮ જણાવવામાં આવ્યો છે. બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી. પરંતુ ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને અખનૂરના તુંગી વળાંક પાસે ઊંડી ખાઈમાં પડી ગઈ.

ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી માટે જઈ રહી હતી. આ દરમ્યાન અખનૂરના ટૂંગી વણાંકમાં ઊંડી ખીણમાં પડી હતી. કહેવાય છે કે, બસમાં લગભગ 60 લોકો સવાર હતા. ઘટનાસ્થળ પર એસડીએમ અખનૂર લેખરાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ પ્રભારી અખનૂર તારિખ અહમદ પણ પહોંચીને રાહત કાર્ય શરુ કરાવી દીધું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે બસ રસ્તા પરથી સ્લીપ ગઈ અને જિલ્લાના કાલીધર વિસ્તારમાં લગભગ ૧૫૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. તેણે જણાવ્યું કે બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article