Saturday, Sep 13, 2025

વલસાડ અને નવસારીમાં વાતાવરણમાં અચાનક પલટો ! ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો

2 Min Read

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. સુરતના બારડોલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય ગરમીથી રાહત મળી છે. સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો. વલસાડ જિલ્લાના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાળા, કોસંબા, ભાગદાખુર્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

આજથી રાજ્યના વાતાવરણમાં પલટો- ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ - Revoi.inબીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ચાર દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ ૮ અને ૯ જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ૮ જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.

૯ જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયાં સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પવનની ગતિ પણ ઝડપી રહેશે. ગુજરાત પર સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

Share This Article