નર્મદ યુનિવર્સિટી ખાતે એન્ટી રેગિંગ વિષય પર સેમિનાર યોજાઈ

Share this story

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એન્ટીરેગીંગ સેલ દ્વારા એન્ટીરેગીંગ વિષય બાબતે સેમિનારનું આયોજન યુનિવર્સિટીના વહિવટી ભવનના સેનેટ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ સ્થાને વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડૉ.રમેશદાન ગઢવી, એન્ટીરેગીંગ સેલના કૉ-ઓર્ડીનેટર ડૉ.ભરત ઠાકોર, આસિ.વોર્ડન મહેશભાઈ માહલા, હોસ્ટેલ સ્ટાફ તથા મુખ્ય વકતા તરીકે કોમ્પ્યુટર સાયન્સ વિભાગના આસિ.પ્રોફેસર મયુર ધ્વજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન ડૉ.ભરત ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું. આસિ.વોર્ડન મહેશભાઈ માહલા દ્વારા મુખ્ય વકતા મયુર ધ્વજસિંહ ગોહિલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મયુર ધ્વજસિંહ ગોહિલ દ્વારા એન્ટીરેગીંગની માર્ગદર્શિકા અને તેના નિયમો અંગેની માહિતી હોસ્ટેલમાં નિવાસ કરતા વિદ્યાર્થીઓને પુરી પાડવામાં આવી હતી. આ સેમિનારમાં હોસ્ટેલમા નવા સત્રમાં પ્રવેશ મેળવ્યા બાદ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને કરવામાં આવતી જાતીય સતામણી કે માનસિક સતામણી બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

સેમિનારમાં સૌ વિદ્યાર્થીઓને સાથે મળીને એકબીજાને સાથ આપી ‘સૌનો સાથ સૌનો વિકાસ’ની ભાવના કેળવવા પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓને ‘નશા મુકત’ અભિયાન અંતર્ગત ડ્રગ્સ, ગાંજા, કેફી પીણા જેવા દ્રવ્યોથી કઈ રીતે કઈ રીતે દૂર રહી શકાય તથા તેનાથી કઈ રીતે મુક્તિ મેળવી શકાય તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને રેગીંગ સંદર્ભે નાનકડો વિડીયો બતાવી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સદર કાર્યક્રમમાં હોસ્ટેલનો સંપૂર્ણ સ્ટાફ ખૂબ જ મદદગાર રહ્યો હતો. કાર્યક્રમના અંતે આસિ.વોર્ડન મહેશભાઈ માહલા દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-