Friday, Oct 24, 2025

રિયાસી બસ હુમલામાં આતંકવાદીનો સ્કેચ જારી કરીને ૨૦ લાખનું ઈનામ રાખ્યું

2 Min Read
જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે રિયાસી જિલ્લામાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદીનો સ્કેચ બહાર પાડ્યો અને તેના વિશે માહિતી આપનારને ૨૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. રવિવારે પૌની વિસ્તારના તેરાયથ ગામ નજીક શિવ ખોડી મંદિરથી કટરા જતા ભક્તોને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ખાડામાં પડી ગઈ હતી. આ ઘટનામાં 9 લોકોના મોત થયા હતા અને ૪૧ લોકો ઘાયલ થયા હતા.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે રિયાસી પોલીસે પૌની વિસ્તારમાં પેસેન્જર બસ પર હુમલામાં સામેલ આતંકવાદી સંબંધિત કોઇપણ મહત્વપૂર્ણ માહિતી માટે ૨૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ આપેલા વર્ણનના આધારે આતંકવાદીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે લોકોને માહિતી આપવા અપીલ કરી હતી.

આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે બસ શિવ ખોડી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઇ રહી હતી. બસ પર ગોળીબાર પૌની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઇને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઇ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર ઘણી મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.આ ઘટના રવિવારે ત્યારે બની જ્યારે ૫૩ સીટર બસ શિવખોરી મંદિરથી કટરાના વૈષ્ણો દેવી મંદિર જઈ રહી હતી. બસ પર ગોળીબાર પોની વિસ્તારમાં થયો હતો. આ બસ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીથી મુસાફરોને લઈને જઈ રહી હતી. ઘટના બાદ ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ખાડામાં પડી ગઈ હતી. અહેવાલો અનુસાર, પીડિતોએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ બસ પર ઘણી મિનિટો સુધી ગોળીબાર કર્યો હતો.

આ નંબરો પર માહિતી આપી શકાય છે

  • SSP રિયાસી – ૯૨૦૫૫૭૧૩૩૨
  • ASP રિયાસી – ૯૪૧૯૧૧૩૧૫૯
  • ડેપ્યુટી એસપી મુખ્યાલય રિયાસી – ૯૪૧૯૧૩૩૪૯૯
  • એસએચઓ પૌની –  ૭૦૫૧૦૦૩૨૧૪
  • એસએચઓ રાનસુ-  ૭૦૫૧૦૦૩૨૧૩
  • પીસીઆર રીસી- ૯૬૨૨૮૫૬૨૯૫
Share This Article