એક તરફ સમગ્ર રાજ્ય સાહિત્ય વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં લોકોના ઘરોમાં એર કન્ડિશનર સહિત પંખાઓ 24 કલાક ધમધમી રહ્યા છે. ત્યારે ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા વિનાયક રેસીડેન્સીના એક મકાનમાં ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા આધેડ ભડથું થયા હોવાનો બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ખોડીયાર નગર સયાજીપુરા ટાંકી પાસે વિનાયક રેસીડેન્સી આવેલી છે. આ રેસિડેન્સીના બી ટાવરના પાંચમા માળે મકાન નંબર 506માં રહેતા કિરણભાઈ રાણા હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે તેઓ એસી ચાલુ કરીને બેઠા હતા. અચાનક એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. સમગ્ર આગ ઘરમાં લાગી જતા કિરણભાઈ રાણા ગંભીર રીતે દાઝી ગયા હતા. હાલ તો આ કિરણભાઈ રાણા બીમાર હોવાથી છેલ્લા બે મહિનાથી ઘરે જ હતા.
તેવામાં આજે તેમના એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને તેઓ દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝી જતા કિરણભાઈનું મોત થયું હતું બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસ ઘટના સાથે દોડી આવી હતી. આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે કિરણભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.