ઈન્ડોનેશિયાના ટાપુ હલમહેરામાં ૬.૨ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપના આંચકા લગભગ ૧૨૦ કિમી ભૂગર્ભમાં અનુભવાયા હતા. જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ૬.૨ની તીવ્રતાના ભૂકંપને જીવલેણ માનવામાં આવે છે કારણ કે તેના આંચકાથી ઊંચી ઇમારતો પડી શકે છે.
જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ)એ જણાવ્યું હતું કે બુધવારે ઈન્ડોનેશિયાના હલમહેરામાં ૬.૨ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. GFZ અનુસાર, ભૂકંપ ૧૨૦ કિમી (૭૪.૫૬ માઇલ)ની ઊંડાઈએ આવ્યો હતો. હાલમાં ઇન્ડોનેશિયાની આપત્તિ શમન એજન્સીએ કોઈપણ નુકસાન વિશે કોઈ માહિતી શેર કરી નથી.
ઇન્ડોનેશિયા પેસિફિક રિંગ ઓફ ફાયરમાં ફેલાયેલું છે જે ઉચ્ચ સિસ્મિક પ્રવૃત્તિનો વિસ્તાર છે જે અનેક ટેકટોનિક પ્લેટોની ઉપર સ્થિત છે. હાલમાં વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ઈન્ડોનેશિયા ઘણા ટાપુઓનો દેશ છે. તેની વસ્તી ૨૭ કરોડથી વધુ છે. રિંગ ઓફ ફાયર પર તેના સ્થાનને કારણે, ઇન્ડોનેશિયામાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાનો અનુભવ થાય છે.
ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં ૫.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૩૩૧ લોકોના મોત થયા હતા અને લગભગ ૬૦૦ લોકો ઘાયલ થયા હતા. ૨૦૧૮ના સુલાવેસી ભૂકંપ અને સુનામી પછી તે ઇન્ડોનેશિયામાં સૌથી ભયંકર હતો જેમાં લગભગ ૪૩૪૦ લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો :-