Saturday, Sep 13, 2025

સુરતના કડોદરા GIDCમાં ડાઇંગ મિલમાં લાગી આગ

1 Min Read

સુરતમાં આગની ઘટના સામે આવી છે. પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસીમાં આવેલી એક ડાઇંગ મિલમાં આગ લાગી હતી. ડાઈંગ મિલ કંપનીના બોઈલરમાં આજ રોજ સવારે આગની ઘટના બની હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બોઈલર અને ચીમની ભડકે સળગી ઉઠ્યા હતા. બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

Surat Fire News: સુરતના કડોદરા GIDCમાં આવેલી ડાઈંગ મિલમાં લાગી ભીષણ આગ - A fire broke out in Surat Kadodara GIDC

ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. કયાં કારણોસર આગ લાગી તે હાજુ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :-

Share This Article