સરકારી બાબુઓ પોતાના પોતાનું કામ નહીં કરી કામ કરવા માટે સતત લાંચ માંગતા હોવાની ફરિયાદોને લઈને ગુજરાત સરકારનો એસીબી એકમ સતત લાંચીયા અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે ત્યારે સુરત એસીબી એકમના અધિકારીઓએ આજે સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને એક ખાનગી માણસને રૂપિયા ૧૫,૦૦૦ ની લાંચ લેતા ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
સરકારી બાબુઓ લોકોના કામ કરવા માટે સરકાર પાસેથી પગાર લેવાની સાથે લોકો પાસેથી લાંચ પણ લેતા હોવાની સતત ફરિયાદો સામે આવતા સરકારના લાંચ રિશ્વત વિભાગ દ્વારા આવા લાંચિયા સરકારી બાબુ વિરુદ્ધ કાર્યવાહી કરે છે. આવા અધિકારીઓ વિરૂદ્ધ એસીબી સતત આ પ્રકારની કાર્યવાહી કરતું હોય છે ત્યારે સુરત એસીબી એકમ એ અધિકારીઓને આ જ પ્રકારે લાંચ માંગતા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયદીપ મહારુ પાટીલ તેના એક ખાનગી માણસ સુરેશ વાઘજીભાઈ હિરપરા સાથે કાપોદ્રાના સિદ્ધપુરથી ઇંગ્લિશ મિડીયમ સ્કુલના મુખ્ય ગેટ પાસે ૧૫,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.