ગુજરાતમાં બે દિવસથી ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે નલિયામાં બીજા દિવસે પણ ઠંડીનો પારો ૯ ડિગ્રી નીચે તાપમાન રહેવા પામ્યું હતું. નલિયામાં સૌથી ઓછું ૮.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૧૫ થી ૧૬ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. પવનની ગતિને કારણે ઠંડીનો અનુભવ થયો છે. શહેરમાં ઠંડીનાં કારણે ધુમ્મસ ભર્યો માહોલ રહ્યો હતો. હાલ રાજ્યમાં પવનની ગતિ ઉત્તરથી પૂર્વીય તરફ પવન ચાલી રહ્યો છે. તેમજ વાદળો હટતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદીઓએ થોડા દિવસ ઠંડીનો ચમકારો સહન કરવો પડી શકે છે.
વાતાવરણમાં ગાઢ ધૂમ્મસ છવાતા વિઝીબીલીટી ઓછી થઈ ગઈ હતી અને જિલ્લાવાસીઓએ ભેજવાળા વાતાવરણ વચ્ચે કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. સામાન્ય રીતે દિવાળી પર્વ બાદ શિયાળાની મોસમની શરૂઆત થતી હોય છે અને ડિસેમ્બર
માસમાં શિયાળો પૂરબહારમાં ખીલતો હોય છે પરંતુ ચાલુ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો અને ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહ સુધી ઠંડીની યોગ્ય જમાવટ થઈ ન હતી. જિલ્લાના કેટલાક સ્થળોએ ડિસેમ્બર માસમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થયા બાદ ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહથી સમગ્ર
ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં શિયાળાની ઠંડીની જમાવટ થઈ હતી. જો કે છેલ્લા ત્રણેક દિવસથી ધીમે ધીમે લઘુત્તમ તાપમાનનો પારો ઉંચે ગયો હતો અને ઠંડીમાંથી આંશિક રાહત મળી હતી. ત્યારબાદ આજે મંગળવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો.
મહેસાણા જીલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી. ગાઢ ધુમ્મસથી હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો. ઠંડીમાં પણ આંશિક વધારો જોવા મળ્યો હતો. ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.