Monday, Dec 8, 2025

નવેમ્બર મહિનાની પહેલી તારીખે LPG યુઝર્સને મોટો ઝટકો, જાણો LPG ગેસના ભાવમાં કેટલાં રૂપિયા વધારો

2 Min Read

આજથી નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે દર મહિનાની જેમ આ મહિનો પણ ઘણા મોટા ફેરફાર  લઈને આવ્યો છે. પહેલા દિવસે જ્યાં LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાના કારણે મોટો ઝટકો લાગ્યો છે ત્યાં જ GST નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આજથી થયેલો આ ફેરફાર સીધો તમારા ખિસ્સા પર અસર કરશે.

દર મહિનાની પહેલી તારીખે ઓયલ માર્કેટિંગ કંપનીઓ LPG કિંમતોમાં ફેરફાર કરે છે. ફેસ્ટિવ સીઝનમાં ગઈ ૩૦ ઓગસ્ટે ૧૪ કિગ્રા વાળા રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો હતો સરકારે સામાન્ય માણસને મોટી રાહત આપી હતી. પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત સતત વધી.

આ મહિનાની પહેલી તારીખ એટલે કે ૧ નવેમ્બર ૨૦૨૩થી ફરી મોટો ઝટકો લાગ્યો છે. અને ૧૯ કિગ્રા વાળા ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૦૩ રૂપિયા સુધીનો વધારે કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા ગેસની કિંમતોમાં આ વધારો કોમર્શિયલ યુઝર્સના ખિસ્સા પર ભારે પડશે.

આજથી ૧૯ કિલોગ્રામ વાળા કોમર્શિયલ LPG Cylinder રાજધાની દિલ્હીમાં ૧૮૩૩ રૂપિયામાં મળશે. જે પહેલા ૧૭૩૧ રૂપિયામાં મળતા હતા. અન્ય મહાનગરોની વાત કરીએ તો મુંબઈમાં તેની કિંમત વધીને ૧૭૮૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા ૧૬૮૪ રૂપિયા હતી. ત્યાં જ કલકત્તામાં ૧૮૩૯.૫૦ રૂપિયાની જગ્યા પર હવે ૧૯૪૩ રૂપિયા પર વેચાશે. ત્યાં જ ચેન્નાઈમાં તેની કિંમત ૧૯૯૯.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જે પહેલા ૧૮૯૮ રૂપિયા હતી.

આ પણ વાંચો :-

Share This Article