સુરતના પાલનપુરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન યુવકને હાર્ટ અટેક આવ્યો હતો. બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
૨૮ વર્ષીય રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે અચાનક તે ઢળી પડ્યો હતો. સારવાર મળે તે અગાઉ જ રાજ મોદીનું મોત થયું હતું. રાજ મોદીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. રાજ મોદી એલપી સવાણી રોડ ખાતે ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. રાજ નવરાત્રિ બાદ અભ્યાસ માટે લંડન જવાનો હતો. પાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને યુવકના મોતને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
સુરતનો ૨૮ વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો :-