Wednesday, Jan 28, 2026

૨૪ વર્ષનો યુવક ૬૭નો વૃદ્ધ બનીને જતો હતો કેનેડા, દિલ્હી એરપોર્ટ પર પકડાતાં ખુલી પોલ

2 Min Read

ગુજરાતના યુવકોને વિદેશ જવાની ઘેલછા એવી લાગી છે કે ગુનો કરતા થઇ ગયા છે. વધુ એક વખત ગેરકાનૂની તરીકે વિદેશ જતાં યુવકની અટકાયત કરવામાં આવી છે. વેશ બદલીને દેશ છોડવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ ૬૭ વર્ષનો વ્યક્તિ બનીને કેનેડા જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તે માત્ર ૨૪ વર્ષનો હતો. CISF એ વ્યક્તિની પ્રોફાઇલિંગના આધારે ધરપકડ કરી છે.

પૂછપરછમાં તેણે પોતાની ઓળખ રશવિંદર સિંહ સહોતા તરીકે જણાવી. પાસપોર્ટમાં તેની જન્મ તિથિ ૧૦ ફેબ્રુઆરી, ૧૯૭૫ અને પીપી નંબર ૪૩૮૮૫૧માં ઓળખ ભારતીય તરીકે જણાવી. જે એર કેનેડાની ફ્લાઈટ નંબર એસી ૦૪૩/એસટીડી ૨૨૫૦ વાગ્યાથી કેનેડા જઈ રહ્યો હતો. તેના પાસપોર્ટની તપાસ કરવા પર ખ્યાલ આવ્યો કે તેની ઉંમર પાસપોર્ટમાં આપવામાં આવેલી ઉંમરથી ઘણી જ ઓછી લાગી રહી હતી. તેનો અવાજ અને સ્કીન પણ કોઈ જવાન વ્યક્તિ જેવી હતી જે પાસપોર્ટમાં આપવામાં આવેલી વિગતથી મેળ ખાતી ન હતી. સઘન તપાસ કરવામાં આવતા ખ્યાલ આવ્યો કે તેણે પોતાના વાળ અને દાઢીને સફેદ રંગથી રંગ્યા હતા અને વૃદ્ધ દેખાવવા માટે ચશ્મા પણ પહેર્યાં હતા.

શંકાના આધરે તેની તલાશી માટે ડિપાર્ચર એરિયામાં લઈ જવામાં આવ્યો. તેના મોબાઈલ ફોનની તપાસ કરતા ખ્યાલ આવ્યો કે તેમાં એક અન્ય પાસપોર્ટની સોફ્ટ કોપી હતી. જે મુજબ પાસપોર્ટ નંબર V૪૭૭૦૯૪૨ ભારતીય નામ- ગુર સેવક સિંહ, ઉંમર ૨૪ વર્ષ, જન્મ તારીખ ૧૦ જૂન, ૨૦૦૦ હતી.

પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેનું સાચું નામ ગુરુ સેવક સિંહ છે અને તે ૨૪ વર્ષનો છે. પરંતુ ૬૭ વર્ષીય રશવિંદર સિંહ સહોતાના નામથી બનેલા પાસપોર્ટ પર તે યાત્રા કરી રહ્યો હતો. જો કે મામલો નકલી પાસપોર્ટનો હતો તેથી યાત્રીને તેના સામાનની સાથે કાયદાકીય કાર્યવાહી માટે દિલ્હી પોલીસને સોંપી દેવાયો છે.

આ પણ વાંચો :-

Share This Article