Home Blog

સુરતમાં ગણેશ વિસર્જન બાદ કરુણ ઘટના: ટ્રેક્ટર પરથી પટકાતાં યુવકનું કરુણ મોત

સુરત શહેરના આંગણે ગણેશ વિસર્જનની ઉમંગભેર ઉજવણી વચ્ચે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બાપ્પાને હર્ષોલ્લાસ સાથે વિદાય આપીને ઘરે પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવકનું ચાલુ ટ્રેક્ટરેથી નીચે પટકાતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ગણતરીની પળોમાં જ મિત્રો સાથે હસતો-રમતો યુવક કાળનો કોળિયો બની જતાં ગણેશોત્સવનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ ગયો છે અને પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના વેસુ વિસ્તારમાં રહેતો 18 વર્ષીય અશ્વિન મેસુરીયા તેના મિત્રો અને સ્થાનિક લોકો સાથે ડુમ્મસના દરિયાકિનારે ગણપતિ બાપ્પાની મૂર્તિના વિસર્જન માટે ગયો હતો. આસ્થાભેર ધાર્મિક વિધિ અને વિસર્જન પૂર્ણ કર્યા બાદ આ તમામ લોકો ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન માર્ગમાં અચાનક સંતુલન ગુમાવતાં અથવા પગ લપસી જવાના કારણે અશ્વિન ચાલુ ટ્રેક્ટર પરથી સીધો રસ્તા પર પટકાયો હતો. આ ગંભીર અકસ્માતમાં તેને કમર તથા શરીરના આંતરિક અને નાજુક હિસ્સાઓમાં ભારે ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં તરફડતા અશ્વિનને તેના મિત્રો અને આસપાસના લોકોએ તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ફરજ પરના તબીબોએ સઘન સારવાર શરૂ કરી હોવા છતાં, શારીરિક ઈજાઓ અત્યંત ગંભીર હોવાથી યુવકની સ્થિતિ નાજુક બની હતી અને ટૂંકી સારવાર બાદ વહેલી સવારે તેણે જીવ છોડી દીધો હતો.

માત્ર 18 વર્ષના જુવાન દીકરાની અચાનક વિદાયથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ કરુણ ઘટનાની જાણ થતાં જ ડુમ્મસ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો. હાલમાં પોલીસે યુવકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે અને સમગ્ર બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

કાશી પહોંચવું શક્ય નથી? હવે વિદેશ બેઠા જ થશે પિતૃઓનું શ્રાદ્ધ, જાણો ‘ઈ-તર્પણ’ની સંપૂર્ણ રીત

ટેકનોલોજી અને સનાતન ધર્મનો આ અનોખો સંગમ હવે આસ્થાની નવી વ્યાખ્યા રચી રહ્યો છે! સમયનો અભાવ કે વીઝાની અડચણોને કારણે જે પ્રવાસી ભારતીયો (NRI) પિતૃપક્ષમાં કાશી, ગયા કે હરિદ્વાર નથી આવી શકતા, તેમના માટે હવે પવિત્ર ગંગા કિનારેથી વિધિવત શ્રાદ્ધ પૂજા સીધી સ્માર્ટફોનની સ્ક્રીન પર પહોંચી ગઈ છે. કાશીના કર્મકાંડી બ્રાહ્મણો હવે હાથમાં દર્ભ, તલ અને ગંગાજળ સાથે ટ્રાયપોડ અને વિડિયો કોલના માધ્યમથી વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓને ઘરેબેઠા જ પિતૃઓનું ‘ઈ-તર્પણ’ કરાવી રહ્યા છે.

આ હાઈટેક શ્રાદ્ધ વિધિ માટે કર્મકાંડી બ્રાહ્મણો અને ધાર્મિક સ્ટાર્ટઅપ્સ દ્વારા ₹5,100થી લઈને ₹51,000 સુધીના ખાસ ડિજિટલ પેકેજ લોન્ચ કરવામાં આવ્યા છે. અમેરિકા, જાપાન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને સ્પેનમાં વસતા ભારતીયો આ સુવિધાનો લાભ લેવા બુકિંગ કરાવી રહ્યા છે. ગુરુગ્રામ, નોઈડા અને બેંગલુરુની કંપનીઓ પણ ઓનલાઈન એપ અને સોશિયલ મીડિયા દ્વારા આ સેવાઓ પૂરી પાડી રહી છે, જેમાં અત્યાર સુધીમાં નોંધાયેલી સેંકડો બુકિંગમાં લગભગ 20 ટકા હિસ્સો NRI પરિવારનો છે.

વિધિ દરમિયાન બ્રાહ્મણો કાશી કે ગયાના પવિત્ર ઘાટ પર પૂજા કરશે, જ્યારે યજમાન વિદેશમાં બેઠા ગુગલ મીટ કે વોટ્સએપ વિડિયો કોલ દ્વારા લાઈવ જોડાઈને સંકલ્પ લેશે. ધાર્મિક વિદ્વાનો અને કાશી વિદ્વાન પરિષદ અનુસાર, જો કોઈ શ્રદ્ધાળુ ભૌતિક રીતે ઉપસ્થિત થવામાં અસમર્થ હોય, તો પૂર્ણ પવિત્રતા અને શુદ્ધ મનથી ઓનલાઈન લેવાયેલો સંકલ્પ પણ શાસ્ત્રસંમત અને તેટલો જ ફળદાયી નીવડે છે. વિદેશમાં વસીને પણ પોતાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરા જાળવી રાખવાનો આ ડિજિટલ માર્ગ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.

₹24 હજારમાં MBBS? શ્રમિકોના સંતાનો માટે ESICની ખાસ યોજના, જાણો કોણ લઈ શકે છે લાભ

0

શ્રમિક પરિવારના બાળકનું ડોક્ટર બનવાનું સપનું હવે મોંઘી ખાનગી મેડિકલ ફીની મર્યાદામાં અટકવું જરૂરી નથી. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની ખાસ વ્યવસ્થા હેઠળ વીમિત કર્મચારીઓના સંતાનો માટે MBBS, BDS અને નર્સિંગની વિશેષ બેઠકો ફાળવવામાં આવે છે. 2026-27ની સત્તાવાર પ્રવેશ સૂચના મુજબ દેશભરમાં 695 MBBS, 28 BDS અને 60 B.Sc. નર્સિંગ બેઠકો ‘Ward of Insured Persons’ માટે ઉપલબ્ધ છે.

ગુજરાત માટે પણ આ યોજના મહત્વની છે. અમદાવાદના નરોડા સ્થિત કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) મેડિકલ કોલેજમાં વીમિત કર્મચારીઓના સંતાનો માટે MBBSની 25 બેઠકો ફાળવવામાં આવી છે. આ બેઠકો ઓલ ઇન્ડિયા ધોરણે પૂલ કરીને ઉમેદવારોની મેરિટ અને પસંદગીના આધારે કેન્દ્રીય કાઉન્સેલિંગથી ફાળવાય છે.

આ યોજનાની મોટી ખાસિયત ઓછી ફી છે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની 2026-27ની સૂચના મુજબ MBBS અને BDS માટે વાર્ષિક ટ્યુશન ફી રૂ.24,000 છે, જ્યારે B.Sc. નર્સિંગ માટે વાર્ષિક ફી રૂ.10,000 છે. સાથે જ કેપિટેશન ફી અથવા પ્રોફિટ કમાવાની મંજૂરી નથી.

લાભ લેવા માટે ઉમેદવારે NEET-UGની પાત્રતા પૂર્ણ કરવી અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)નું માન્ય ‘Ward of IP Certificate’ મેળવવું ફરજિયાત છે. ત્યારબાદ MCC/DGHSના પોર્ટલ મારફતે કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકાય છે.

ગાંધીનગર મનપા ચૂંટણીનો સંગ્રામ: ભાજપે દિગ્ગજોની ટિકિટ કાપી SPG પ્રમુખને ઉતાર્યા, તો કોંગ્રેસનો ‘ઘરવાપસી’ કરનાર નેતાઓ પર દાવ

0

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સત્તાનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે. એક તરફ સત્તાધારી ભાજપે વર્તમાન અને પૂર્વ મેયરની ટિકિટ કાપીને મોટા માથાઓને ચોંકાવી દીધા છે, તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે ‘ઘરવાપસી’ કરનારા નેતાઓ અને જ્ઞાતિગત સમીકરણોના આધારે ભાજપના ગઢમાં ગાબડું પાડવાની રણનીતિ ઘડી કાઢી છે. પાટનગરના આ રાજકીય સંગ્રામમાં કોના ઉમેદવારો કેટલા મજબૂત છે અને પડદા પાછળની રમત શું છે? ચાલો જાણીએ બંને પક્ષોના માસ્ટરપ્લાનની સંપૂર્ણ વિગતો.

ગાંધીનગર મનપા પર કબજો જમાવવા ભાજપના મોવડી મંડળે ગહન મંથન બાદ ૮ વોર્ડના ૩૨ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી છે. ભાજપે આ વખતે સ્થાનિક જાતિગત સમીકરણો અને ‘રિપીટ તથા નો-રિપીટ’ થિયરીનો સુમેળ સાધ્યો છે. સૌથી મોટો અને ચર્ચાસ્પદ ફેરફાર વોર્ડ-૧૦માં જોવા મળ્યો છે, જ્યાં વર્તમાન મેયર મીરાબેન પટેલની ટિકિટ જ કાપી નાખવામાં આવી છે. તેમની જગ્યાએ (Sardar Patel Group)SPG ગ્રુપના પ્રમુખ ગૌરાંગ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના પુત્રવધુ તન્વીબેન પટેલને મેદાને ઉતારીને પાટીદાર વોટબેંકને મજબૂત કરવાનો પ્રયાસ થયો છે. આ ઉપરાંત વોર્ડ-૫માં અઢી વર્ષ મેયર રહેલા હિતેશ મકવાણાનું પત્તું પણ કપાયું છે.

વોર્ડ-૩માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા અંકિત બારોટને રિપીટ કર્યા છે, જેઓ આ વખતે આગામી મેયર પદ (OBC ક્વોટા) માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ જ વોર્ડમાં ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા ઉમેશ જ્હાને ટિકિટ અપાઈ છે. જોકે, ટિકિટ વહેંચણી બાદ ભાજપમાં આંતરિક રોષ પણ ફાટી નીકળ્યો છે. વોર્ડ-૯માંથી બેન્કના ચેરમેન મહેન્દ્ર પટેલ (દાસ)ને ઉમેદવાર બનાવતા સ્થાનિક કાર્યકરોએ કાર્યાલય પર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. વોર્ડ ૨, ૪ અને ૬માં હજુ પણ ઉમેદવારોને લઈને ભાજપમાં અસમંજસનો માહોલ છે.

સામે પક્ષે, કોંગ્રેસે પણ પાટનગરમાં પોતાનો ગુમાવેલો જનાધાર પાછો મેળવવા કમર કસી છે. કોંગ્રેસે વધુ ૧૬ નામો સાથે અત્યાર સુધીમાં કુલ ૪૪માંથી ૩૫ બેઠકો પર પોતાના ઉમેદવારો ફાઇનલ કરી દીધા છે. કોંગ્રેસની યાદીમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર નામ વોર્ડ-૨ના ઉમેદવાર સૂર્યસિંહ ડાભીનું છે. ડાભી અગાઉ કોંગ્રેસમાં જ હતા, પરંતુ નારાજ થઈને આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા હતા અને ત્યાં પ્રદેશ મંત્રી બન્યા હતા. જોકે, ત્યાંથી છેડો ફાડીને તેમણે ફરી કોંગ્રેસમાં ‘ઘરવાપસી’ કરી છે, જેને પક્ષે ટિકિટ આપીને વધાવી લીધી છે.

કોંગ્રેસની રણનીતિ સ્પષ્ટપણે OBC, મહિલાઓ, દલિત અને પાટીદાર મતદારો પર કેન્દ્રિત છે. જલ્પાબેન અને ચિરાગકુમાર જેવા નામો થકી ઠાકોર સમાજને, તો સુનિતાબેન અને નંદુભાઈ પટેલ થકી શહેરી પાટીદારોને સાધવાનો પ્રયાસ થયો છે. ડેમેજ કંટ્રોલથી બચવા કોંગ્રેસ બાકીના વોર્ડ (૪ અને ૫)માં સીધા મેન્ડેટ આપીને ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા છે.

ટૂંકમાં, ભાજપ પોતાના સંગઠન, યુવા અને અનુભવી ચહેરાઓના સમન્વય થકી સત્તા જાળવી રાખવા માંગે છે, જ્યારે કોંગ્રેસ સત્તા વિરોધી લહેર અને સામાજિક સમીકરણો થકી પરિવર્તન લાવવાની આશા રાખે છે. આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ વધુ તીવ્ર બનશે ત્યારે ગાંધીનગરના મતદારો કયા પક્ષ પર વિશ્વાસ મૂકે છે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે.

જળશક્તિ મંત્રાલયમાં કરાયેલા કરારથીગુજરાતની ભુલાઈ ગયેલી કલ્પસર યોજના સાકાર થશે તો અનેક મોરચે અઢળક ફાયદાઓ થશે

સી.આર.પા‌‌િટલે જળશક્તિ મંત્રાલયના આંતરરાષ્ટ્રીય કક્ષાના ‘વોટર વીક’માં કલ્પસર યોજના સાકાર કરવા નેધરલેન્ડ સાથે કરારો કરીને નવા પડકારને ઝીલી લીધો

ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ સાથે વેપાર-ઉદ્યોગની પાણીની જરૂરિયાત સંતોષવા ઉપરાંત દ‌‌િક્ષણ ગુજરાત-સૌરાષ્ટ્રને નજીકના અંતરે જોડવા ખંભાતના અખાતમાં ૬૦ કિ.મી. લાંબો બ્રિજ, ડેમ બાંધીને બહુહેતુક યોજનાઓ પાર પાડવાનું ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુબાપાનું સપનું હતું

કલ્પસર પરિયોજના સાકાર થવાથી વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાને પણ કલ્પના બહારના ફાયદા થશે, ઉજ્જડ ગણાતા પ્રદેશમાં પાણીના તળ ઉપર આવવા ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનના માર્ગો ટુંકા અને સરળ બનશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.અનિલ કાણેએ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી ખંભાતની ખાડીમાં એક મહાકાય બ્રિજ બનાવવા સાથે નર્મદા, મહી, સાબરમતી અને ધાધર નદીના પાણીને દરિયામાં વહી જતા રોકીને મીઠા પાણીનું વિરાટ જળ સરોવર બનાવવાની યોજનાનું જોયેલું સપનું બીજા કોઈના કારણે નહીં, પરંતુ ભાજપ શાસકોના આંતરિક મતભેદને કારણે માત્ર આયોજનોની ફાઇલોમાં દફન થઈ ગયું હતું, પરંતુ વિચાર જીવતો હતો. કેશુબાપા અને ડૉ.કાણે હવે આ દુનિયામાં રહ્યા નથી પરંતુ તેમણે જોયેલું સપનું કદાચ આવનારા નજીકનાં વર્ષોમાં સાકાર થવાના સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે.

તાજેતરમાં દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર.પા‌‌િટલની આગેવાની હેઠળ જળસંચય સહિતના પાણી બચાવવાના, સંગ્રહ કરવાના અને પુનઃ ઉપયોગમાં લેવાના હેતુ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાના ‘વૉટર વીક’નું આયોજન કરવામાં આવ્યંુ અને સપ્તાહની ઉજવણીના અંતિમ પડાવમાં ગુજરાતની ભુલાઈ ગયેલી કલ્પસર યોજના ફરી તાજી કરી ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને નેધરલેન્ડની કંપની વચ્ચે કલ્પસર યોજના સાકાર કરવા એમઓયુ કરાયા હતા. સમગ્ર ‘વોટર વીક’ની ઉજવણી દરમિયાન કલ્પસર યોજનાના કરાયેલા કરારોએ ગુજરાતનું ધ્યાન ખેંચ્યું હતું અને મરી પરવારેલી આશા ફરી જીવંત થવા પામી હતી.
કેશુબાપા ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા, ત્યારે ખંભાતના અખાતના દરિયા વચ્ચે બહુહેતુક ડેમ, રોડ અને રેલમાર્ગ, જળાશય બનાવવા માટે ભરૂચથી શરૂ કરીને સામે પાર ભાવનગરને જોડતો બ્રિજ બનાવવાની મૂળભૂત યોજના હતી. આ યોજના સાકાર થવાથી માત્ર રોડ, રેલ માર્ગ અને માત્ર ડેમ નહીં, પરંતુ મીઠા પાણીનું વિરાટ સરોવર સર્જાવાથી સૌરાષ્ટ્રની ખેતીવાડી માટેની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનું આયોજન હતું. આ ઉપરાંત પાણીના મોજામાંથી વીજળી પેદા કરવાનું પણ આયોજન હતું.
પરંતુ ગુજરાતના રાજકારણમાં બદલાયેલી સ્થિતિ, સંજોગો અને વિચારધારાને પગલે આખી યોજના ઉપર વર્ષો સુધી પડદો પડી ગયો હતો. પરંતુ સુરતના સાંસદ સી.આર. પા‌‌િટલ કેન્દ્ર સરકારમાં જળશક્તિમંત્રી બન્યા બાદ તેમના ભાગે મહત્ત્વની જવાબદારીઓ આવી હતી. દેશભરમાં પીવાના પાણીથી શરૂ કરીને ખેતીવાડી અને ઉદ્યોગો માટેના પાણીની ખેંચ અનુભવાઈ રહી છે. ત્યારે જળશક્તિ મંત્રી તરીકે પોતાની તાકાત પુરવાર કરવા સી.આર. પા‌‌િટલે બીડું ઝડપી લીધું છે અને ભૂગર્ભજળના તળ ઉપર લાવવા ઉપરાંત દેશની મોટી નદીઓને જોડીને આકાશમાંથી ભગીરથીને ઉતારવા જેવો મહાપરિશ્રમ કરી રહ્યા છે.
થોડા દિવસો પહેલા હરિયાણા, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મધ્યસ્થીમાં કરારો કર્યા હતા. સી.આર. પા‌‌િટલ માટે આ સૌથી મોટી સિદ્ધિ હતી. અલબત્ત નદીઓને જોડવાની મૂળભૂત યોજના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હતી. તેમના કાર્યકાળ દરમિયાન નદીઓને જોડવાના પ્રારંભિક પ્રયાસો પણ શરૂ કરી દેવાયા હતા.

સી.આર. પા‌‌િટલ લક્ષ્ય પાર પાડવામાં અને પથ્થર જેવો નિર્ણય કરવામાં માહિર છે. કારણ કે આ બધું તેમને પોલીસદળની ટ્રેનિંગ દરમિયાન વારસામાં મળ્યું છે. એક વખત કરેલા નિર્ણયને સાકાર કરવા તેઓ છેવટ સુધી લડી લેવા માટે તૈયાર હોય છે. આ ઉપરાંત જરૂર પડે તો સામા પ્રવાહે તરવાની સી.આર.પા‌‌િટલની તૈયારી હોય છે.
ખેર, સી.આર.પા‌‌િટલને જેઓ નજીકથી ઓળખે છે. તેઓ તેમની અડગ નિર્ણય શક્તિથી વાકેફ છે. હવે નસીબજોગે કલ્પસર યોજના સાકાર કરવાની જવાબદારી તેમના ભાગે આવી છે અને ગુજરાતની પ્રજાના સ્વપ્ન સમાન કલ્પસર યોજના સાકાર કરવા માટે ફરી વખત પહેલો પથ્થર ગુરૂવાર તા.૨૪મી સપ્ટેમ્બરના રોજ દિલ્હી ખાતે ચાલી રહેલા ‘વોટર વીક’માં મુકાયો હતો. વળી, આ વખતે આગળ વધીને નેધરલેન્ડની કંપની સાથે કલ્પસર સરોવર સાકાર કરવા એમઓયુ કરવામાં આવ્યા હતા. મતલબ, આવનારા સમયમાં કલ્પસર યોજનાની શરૂઆત કરવામાં આવશે.
કલ્પસર યોજના ગુજરાત માટે ખરેખર અમૃત સરોવર જેવી પુરવાર થશે આ યોજના સાકાર થવાથી ગુજરાતમાં ભૌગોલિક અને સામાજિક ઔદ્યોગિક, ખેતીવાડી ક્ષેત્રે, અકલ્પનીય પરિવર્તનો આવવાની સંભાવના છે. બલ્કે સૌરાષ્ટ્રમાંથી થઈ રહેલું સ્થળાંતર અને ખાલી થઈ રહેલા ગામડાઓ ખેતરો ફરી નવપલ્લવિત બનવાની આશા રાખી શકાય, સૌરાષ્ટ્રમાંથી લોકોના સ્થળાંતર પાછળનું મૂળ કારણ પાણીની તંગી અને વર્ષોવર્ષ દુષ્કાળ કારણભૂત રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુબાપાએ સૌરાષ્ટ્રનો કાળઝાળ દુષ્કાળ વેઠ્યો હોવાથી તેમના મનમા કલ્પસરનું વિચારબીજ સ્વ. ડૉ. કાણેએ રોપ્યું હતું. વળી, નર્મદા ડેમથી શરૂ કરીને છેક સૌરાષ્ટ્ર સુધી ૫૦૦ કિ.મી. લાંબી પાણીની પાઇપલાઇન કેશુબાપાના કાર્યકાળ દરમિયાન નાંખીને નર્મદાના ધસમસતા પાણી સૌરાષ્ટ્રના ગામડે-ગામડે પહોંચાડ્યા હતા.
અલબત્ત, કોઠાસૂઝવાળા કેશુબાપા પોતીકા લોકોને ઓળખી શક્યા નહોતા અને ‌‌િજ‍ંદગીના અંતિમ પડાવમાં સાવ એકલા પડી ગયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રની નર્મદાના પાણીથી તરસ ‌‌િછપાવનાર કેશુબાપાના અંતિમ દિવસોમાં તેમના નજીકના સંબંધીઓ અને થોડા ઘણા પરિચિતો સિવાય એક પણ ચહેરો હાજર નહોતો.
કેશુબાપાએ ખેતીની જમીન ખરીદવા સાત કિ.મી.ની મર્યાદા અને જમીન ટોચ મર્યાદા દૂર કરીને સેંકડો લોકોને રાતોરાત કરોડપતિ અને મોટા ગજાના જમીનદાર બનાવી દીધા હતા. પરંતુ આ પૈકીના મોટાભાગના લોકો સ્વાર્થી નીકળ્યા હતા.

ખેર, વાત જરા આડા પાટે ચઢી ગઈ, પરંતુ કલ્પસર યોજનાની વાત આવે એટલે કેશુબાપાને યાદ કરવા પડે જ. અને હવે જ્યારે ફરી કલ્પસર યોજનાના અમલીકરણની વાત નીકળી છે ત્યારે કેશુબાપાની સરકારમાં વડોદરાની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને જીઆઇડીસીના ચેરમેન તરીકેનો અખત્યાર ભોગવી ચૂકેલા અને હાલના કેન્દ્રીય મંત્રી સી.આર. પા‌‌િટલ યોગાનુયોગ કલ્પસર યોજનાના હિસ્સેદાર બની રહ્યા છે. સી.આર. પા‌‌િટલે એક કદમ આગળ વધીને કલ્પસર સાકાર કરવા નેધરલેન્ડની કંપની સાથે કરાર કર્યા છે. ત્યારે એવી ચોક્કસ આશા રાખી શકાય કે આકાશમાંથી ભાગીરથી ઉતારવા જેવું કાર્ય આવનારાં વર્ષોમાં ગુજરાતની પ્રજાને ગૌરવ અપાવતું હશે.
જો બુલેટ ટ્રેન સાકાર થઈ શકતી હોય તો કલ્પસર યોજના કેમ સાકાર થઈ શકે નહીં! સવાલ માત્ર નિયત અને નિર્ણયનો છે અને નિર્ણય થઈ ચૂક્યો છે. ત્યારે ગુજરાતમાં આવનાર દિવસોમાં કલ્પસર પ્રકલ્પને કારણે હરિયાળા ખેતરો લહેરાવા સાથે ગુજરાતનું ભૌગોલિક અંતર ઘટી ગયું હશે.
કલ્પસર યોજનાની મૂળ ડિઝાઇનની પ્રાથમિક વિગતો મુજબ આ યોજના ગુજરાતની સૌથી મોટી લાંબી અને બહુહેતુક યોજના છે. ખંભાતના અખાતમાં લગભગ ૬૦ કિ.મી. લાંબો બ્રિજ એટલે કે ડેમ બંધ બનાવવામાં આવશે. આ બંધ ઉપર રેલવે અને મોટરમાર્ગનું પણ આયોજન છે. ખંભાતના કુદરતી અખાતનો એક મોટો ભાગ મીઠા પાણીનું વિરાટ સરોવર બની જશે અને દરિયામાં વહી જતી નદીઓના મીઠા પાણી આ સરોવરમાં સંગ્ર‌‌િહત કરાશે. આ પાણી પીવા માટે ઉપરાંત ખેતીવાડી, ઉદ્યોગો, ભૂગર્ભજળ સુધારવા અને દરિયાની ખારાશ મટાડવાના ઉપયોગમાં લેવામાં આવશે. સાથે સૌરાષ્ટ્ર અને દ‌‌િક્ષણ ગુજરાતનું અંતર ઘટીને લગભગ માત્ર ૧૭૭ કિ.મી. થઈ જશે. મતલબ સુરતથી નીકળેલી વ્યક્તિ ગણતરીના કલાકોમાં ભાવનગર અને ત્યાંથી આગળના વિસ્તારોમાં પહોંચી જશે. હાલમાં સુરત અને ભાવનગર વચ્ચેનું અંતર લગભગ ૩૬૦ કિ.મી. જેટલું છે.
મધ્ય, દ‌‌િક્ષણ ગુજરાત ઉપરાંત ભાવનગર પંથકના ‘ભાલ’ તરીકે ઓળખાતા ખારપાટને કલ્પસર યોજનાનો ખૂબ મોટો અને ચમત્કા‌‌િરક ફાયદો થશે. તળના પાણી મીઠા થવા સાથે ઉજ્જડ પડેલી જમીન નવપલ્લવિત થઈ શકશે. જ્યારે વડાપ્રધાન મોદીના સપના સમાન ‘ધોલેરા’ પંથકની પાણીની સમસ્યાનો સૌથી ઝડપી અને હાથવેંતમાં ઉકેલ લાવી શકાશે. કલ્પસર યોજનાને કારણે આવા તો અનેક ફાયદા થવાની શક્યાતાઓ જોવાઈ રહી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે ગુજરાતના વિકાસને વધુ બળ મળવા સાથે ભાવિ પેઢીનું ભવિષ્ય સુર‌‌િક્ષત કરવામાં સફળતા મળશે.
એક અંદાજ મુજબ કલ્પસર યોજના સાકાર કરવા માટે હાલમાં ૧.૩૩ લાખ કરોડનો અંદાજ મૂકવામાં આવ્યો છે. પરંતુ યોજના સાકાર થતા સામે થનારા ફાયદા અને સુવિધાઓનો અંદાજ મૂકવામાં આવે તો ૧.૩૩ લાખ કરોડનો ખર્ચ સાવ નગણ્ય ગણાશે.
અલબત્ત, હવે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ માટે એક નવો પડકાર ઊભો થશે. નવી ચેલેન્જ ઉપાડી લેવામાં માહિર ગણાતા સી.આર. પાટીલને કલ્પસરના પડકારનો ચોક્કસ અંદાજ હશે.
હમણાં થોડા દિવસ પહેલા જ સુરતના ઉદ્યોગ અગ્રણી ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલ (ઉગામેડી)એ ઉજ્જડ થઇ રહેલા સૌરાષ્ટ્રને ફરી જીવંત બનાવવા સૌરાષ્ટ્રમાં હાલમાં બીજાના ભરોસે પડેલા ખેતરોમાં ફાર્મહાઉસ બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. અલબત્ત, લાલજીભાઇ પટેલે વ્યક્ત કરેલો વિચાર જોગાનુજોગ હતો પરંતુ કલ્પસર યોજના ફળીભૂત થાય તો સૌરાષ્ટ્રના ખેતરો આધુનિક ફાર્મહાઉસ સાથે હરિયાળી ખેતીથી લહેરાતા જોવા મળશે.

સ્વિટ્ઝરલેન્ડ નહીં, ભારતમાં જ છે આ કાચની રેલગાડી!

0

શું તમે ક્યારેય એવી ટ્રેનમાં બેઠા છો જ્યાં છત પરથી સીધું આકાશ દેખાય અને બારીઓમાંથી પહાડો તમારી સાથે ચાલતા હોય? ભારતમાં એક એવી જાદુઈ ‘ગ્લાસ ટ્રેન’ દોડે છે જે 58 કાળી-ડિબાંગ સુરંગો, ઊંડી ખીણો અને સુગંધિત કોફીના બગીચાઓ વચ્ચેથી પસાર થાય ત્યારે સમય જાણે થંભી જાય છે. 360 ડિગ્રી ફરતી સીટો પર બેસીને થતો આ પ્રવાસ તમને સ્વિટ્ઝરલેન્ડનો નહીં, પણ ભારતનો એક એવો રોમાંચક અનુભવ કરાવશે કે આ વાંચીને તમે પણ આજે જ પેકિંગ શરૂ કરી દેશો!

આ રોમાંચક પ્રવાસ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા સુંદર દરિયાકાંઠાના શહેર વિશાખાપટ્ટનમ (વિઝાગ)થી શરૂ થાય છે. અહીંથી ઉપડતી વિશાખાપટ્ટનમ-કિરણદુલ પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 08551) પૂર્વ ઘાટની રમણીય અરાકુ વેલી (Araku Valley) તરફ આગળ વધે છે. વિશાખાપટ્ટનમથી અરાકુ વચ્ચેનો આ આશરે 128 કિલોમીટરનો ટ્રેક ‘ભારતનો સૌથી આઇકોનિક રેલ રૂટ’ ગણાય છે. આ જાદુઈ પ્રવાસ દરમિયાન ટ્રેન અસંખ્ય પુલ અને 58 અનોખી સુરંગોમાંથી પસાર થાય છે. રસ્તામાં કરોડો વર્ષ જૂની પ્રખ્યાત ‘બોરા ગુફાઓ’ અને વિશ્વપ્રસિદ્ધ સુગંધિત કોફીના બગીચાઓના મનમોહક દ્રશ્યો જોવા મળે છે.

પ્રવાસીઓને કુદરતી સૌંદર્યનો પેનોરેમિક વ્યુ આપવા માટે ભારતીય રેલ્વેએ વર્ષ 2017માં તત્કાલીન રેલ મંત્રી સુરેશ પ્રભુના હસ્તે આ ટ્રેનમાં ખાસ વિસ્ટાડોમ (Vistadome) કોચ જોડ્યા હતા. આ આધુનિક એસી કોચની સૌથી મોટી ખાસિયત તેની સંપૂર્ણ કાચની બનેલી છત અને પારદર્શક પહોળી બારીઓ છે. એટલું જ નહીં, આ કોચની સીટોને તમે જે દિશામાં ઇચ્છો ત્યાં 360 ડિગ્રી ફેરવી શકો છો. મુસાફરો માટે બહારના નજારા માણવા અલગથી ઓપન વ્યુઇંગ ડેસ્ક પણ આપવામાં આવ્યું છે. ઓટોમેટિક ડોર લોકીંગ સિસ્ટમ ધરાવતા આ કોચમાં માત્ર કન્ફર્મ ટિકિટધારકોને જ પ્રવેશ મળે છે.

આ લક્ઝરી અનુભવ માટે મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન અહીં પ્રવાસીઓનો મોટો ઘોડાપૂર ઉમટે છે. વિસ્ટાડોમ કોચનું ટિકિટ ભાડું વયસ્કો માટે આશરે ₹738 અને બાળકો માટે ₹495 ની આસપાસ રહે છે. સીટો મર્યાદિત હોવાથી બે મહિના અગાઉ આઈઆરસીટીસી (IRCTC) એપ અથવા વેબસાઇટ પરથી એડવાન્સ બુકિંગ કરાવવું હિતાવહ છે. જો તમે ટ્રેન મુસાફરીના શોખીન હોવ, તો કુદરતના ખોળેથી પસાર થતી આ અનોખી ગ્લાસ ટ્રેનની સફર એકવાર ચોક્કસ કરવી જોઈએ.

અહીં બાળકો હિન્દી નહીં, સ્પેનિશમાં આપે છે પોતાનો પરિચય! જાણો આ અનોખા ગામની કહાની

0

કલ્પના કરો કે ઉત્તર પ્રદેશના એક સામાન્ય ગામમાં પ્રવેશતા જ કોઈ બાળક તમને ‘નમસ્તે’ નહીં પરંતુ ‘હોલા’ કહીને આવકારે અને પછી પોતાની ઓળખ સ્પેનિશ ભાષામાં આપે! આ વાત ભલે ફિલ્મી લાગે, પરંતુ બારાબંકી જિલ્લાના પૂરે બરવન ગામમાં ભાષા શીખવાની એક અનોખી પહેલે આ શક્ય બનાવ્યું છે. અહીંના બાળકો હિન્દી અને અંગ્રેજી સાથે સ્પેનિશ પણ શીખી રહ્યા છે અને વિદેશી પ્રવાસીઓ સાથે તેમની પોતાની ભાષામાં વાતચીત કરતા જોવા મળે છે.

આ પરિવર્તન પાછળ સ્થાનિક શિક્ષક રિઝવાન ખાનનો મહત્વનો ફાળો છે. રિઝવાને ‘Our Language School’ નામનું ભાષા શીખવવાનું પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. શરૂઆતમાં તેમનો હેતુ અંગ્રેજી મારફતે લોકોને હિન્દી શીખવવાનો હતો. પરંતુ યુટ્યુબ પર કામ કરતી વખતે તેમને સમજાયું કે સ્પેનિશ ભાષા જાણનારા લોકો માટે હિન્દી શીખવાની સામગ્રીની મોટી જરૂરિયાત છે. ત્યાર બાદ તેમણે પોતે જ ઓનલાઈન માધ્યમથી સ્પેનિશ શીખવાનું શરૂ કર્યું અને ભાષા પર પકડ બનાવ્યા બાદ તેને બાળકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો હતો.

રિઝવાનના જણાવ્યા મુજબ, બાળકોને સ્પેનિશ શીખવવાની શરૂઆત કોરોના સમયગાળા દરમિયાન થઈ હતી. તેઓ લેપટોપ લઈને બહાર બેસીને અભ્યાસ અને ભાષા સાથે કામ કરતા હતા. બાળકો તેમને અલગ ભાષામાં વાત કરતા જોતા અને ધીમે ધીમે તેમની સાથે જોડાતા ગયા હતા. આ રીતે શરૂઆતમાં થોડાં બાળકોમાંથી ભાષા શીખનારાઓની સંખ્યા વધતી ગઈ હતી.

આજે ગામના કેટલાક બાળકો સ્પેનિશમાં પોતાનો પરિચય આપી શકે છે અને વિદેશી પ્રવાસીઓ સાથે વાતચીત કરવાનો આત્મવિશ્વાસ પણ ધરાવે છે. ગામમાં આવતા પ્રવાસીઓને સ્થાનિક જીવન, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. રિઝવાને આ પહેલને ગ્રામીણ પર્યટન સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે અન્ય દેશોના લોકો પણ આ ગામમાં રસ લેતા થયા છે.

આ કહાની માત્ર કોઈ વિદેશી ભાષા શીખવાની નથી, પરંતુ ગામડાના બાળકો માટે નવા અવસર ખોલવાની છે. રિઝવાનની પહેલે બતાવ્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સતત પ્રયાસ મળે તો શહેરોથી દૂર બેઠેલા બાળકો પણ દુનિયા સાથે પોતાની ભાષામાં નહીં, પરંતુ દુનિયાની અનેક ભાષાઓમાં વાતચીત કરવાની ક્ષમતા વિકસાવી શકે છે.

એશિયન ગેમ્સ 2026: જાપાનને હરાવી ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં, સતત ચોથી જીત

0

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સ 2026માં ફરી એકવાર પોતાના દમદાર પ્રદર્શનનો પરચો આપ્યો છે. યજમાન જાપાન સામેની મહત્વની પૂલ-બીની મેચમાં ભારતે 3-1થી જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ખાસ વાત એ છે કે આ ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત ચોથી જીત છે અને હવે સેમિફાઇનલ પહેલાં માત્ર સિંગાપોર સામેની એક પૂલ મેચ બાકી છે.

કાકામિગહારા સ્થિત કાવાસાકી જુકો સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. પાંચમી મિનિટે નવનીત કૌરના પ્રયાસ બાદ મળેલી તકનો લાભ ઉઠાવી લાલરેમ્સિયામી (Lalremsiami)એ ગોલ કર્યો અને ભારતને 1-0ની લીડ અપાવી. જાપાને વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય ડિફેન્સે યજમાન ટીમને સતત દબાણ બનાવવાની પૂરતી તક આપી નહોતી.

બીજા ક્વાર્ટરમાં ભારતે બોલ પર નિયંત્રણ જાળવી રાખ્યું. 30મી મિનિટે પેનલ્ટી કોર્નર પરથી નવનીતનો પ્રયાસ ગોલકીપર દ્વારા રોકવામાં આવ્યો, પરંતુ રિબાઉન્ડ પર ઈશિકાએ ઝડપી પ્રતિસાદ આપીને બોલને ગોલપોસ્ટમાં મોકલી દીધો. આ ગોલ સાથે ભારત હાફ ટાઈમ સુધી 2-0થી આગળ રહ્યું.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે જાપાન પર વધુ એક ઘા કર્યો હતો. 36મી મિનિટે નવનીત કૌરે શાનદાર કૌશલ્ય બતાવતા જાપાનની ગોલકીપર ઉપરથી બોલને સ્કૂપ કરીને ગોલ કર્યો અને ભારતની લીડ 3-0 કરી દીધી હતી. જાપાનને ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં શિહો કોબાયાકાવાના ટોમાહોક શોટથી એક ગોલ મળ્યો અને સ્કોર 3-1 થયો, પરંતુ ત્યારબાદ ભારતે સંયમ જાળવી રાખ્યો હતો.

ભારતે અંત સુધી જાપાનના હુમલાઓનો સફળતાપૂર્વક સામનો કર્યો અને 3-1થી મેચ પોતાના નામે કરી. ભારતની આ જીતથી સેમિફાઇનલની ટિકિટ પક્કી થઈ ગઈ છે. ભારતે અગાઉ ઉઝબેકિસ્તાનને 19-0, ઇન્ડોનેશિયાને 17-1 અને થાઇલેન્ડને 20-1થી હરાવ્યા હતા. હવે પૂલ તબક્કાની અંતિમ મેચ 27 સપ્ટેમ્બરે સિંગાપોર સામે રમાશે.

VIDEO: આ તારીખથી દેશવ્યાપી વિરોધની ચેતવણી! CJPએ કોને આપ્યું અલ્ટિમેટમ? ‘જંતર-મંતર 2.0’ની તૈયારી?

0

ચૂંટણી યાદીમાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલનની ચેતવણી આપી છે. CJPનું કહેવું છે કે જો CEC પદ છોડશે નહીં તો દેશવ્યાપી વિરોધ કરવામાં આવશે અને દિલ્હીમાં ફરી ‘જંતર-મંતર 2.0’ શરૂ કરવામાં આવશે.

દિલ્હીમાં 24 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દીપકેએ જ્ઞાનેશ કુમારને 48 કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સમયમર્યાદા પૂરી થયા બાદ CJP દેશવ્યાપી આંદોલન શરૂ કરશે અને ત્યારબાદ દિલ્હીમાં મોટું ધરણું યોજાશે. CJPએ પોતાના અભિયાનને ‘Election Commission Thik Karo’ નામ આપ્યું છે.

આ સાથે CJPએ ચૂંટણી પંચની કામગીરી અને Special Intensive Revision (SIR) દરમિયાન મતદાર યાદીઓમાંથી નામ હટાવવાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર્સ સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં SIR સંબંધિત કેટલાક નિર્ણયોને લઈને ઓછામાં ઓછા 14 વખત નોંધપાત્ર વાંધા નોંધાવ્યા હતા. ચૂંટણી પંચે આ આંતરિક મતભેદોને સામાન્ય નિર્ણય પ્રક્રિયાનો ભાગ ગણાવી કહ્યું છે કે અલગ મત અને સૂચનો સંસ્થાકીય ચર્ચાનો સામાન્ય હિસ્સો છે.

દરમિયાન, દીપકેએ વિપક્ષી પક્ષોને પણ સવાલ કર્યા કે જો વિપક્ષને ખરેખર ચૂંટણીમાં ધાંધલી થતી હોવાનો વિશ્વાસ છે, તો તે આવી ચૂંટણીમાં સતત ભાગ લઈને એ જ પ્રક્રિયાને માન્યતા કેમ આપે છે? તેમણે દલીલ કરી કે ચૂંટણીમાં ભાગ લેતા રહેવું કથિત રીતે ‘ફ્રી એન્ડ ફેર’ ચૂંટણીની છબી જાળવવામાં મદદ કરે છે. આ નિવેદનો દીપકેના રાજકીય આક્ષેપો છે, કોઈ સત્તાવાર નિષ્કર્ષ નહીં.

ચૂંટણી યાદીમાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે ‘કૉકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલનની ચેતવણી આપી છે. CJPનું કહેવું છે કે જો CEC પદ છોડશે નહીં તો દેશવ્યાપી વિરોધ કરવામાં આવશે અને દિલ્હીમાં ફરી ‘જંતર-મંતર 2.0’ શરૂ કરવામાં આવશે.

દિલ્હીમાં 24 સપ્ટેમ્બરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દીપકેએ જ્ઞાનેશ કુમારને 48 કલાકમાં રાજીનામું આપવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સમયમર્યાદા પૂરી થયા બાદ CJP દેશવ્યાપી આંદોલન શરૂ કરશે અને ત્યારબાદ દિલ્હીમાં મોટું ધરણું યોજાશે. CJPએ પોતાના અભિયાનને ‘Election Commission Thik Karo’ નામ આપ્યું છે.

આ સાથે CJPએ ચૂંટણી પંચની કામગીરી અને Special Intensive Revision (SIR) દરમિયાન મતદાર યાદીઓમાંથી નામ હટાવવાના મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા છે. અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર્સ સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં SIR સંબંધિત કેટલાક નિર્ણયોને લઈને ઓછામાં ઓછા 14 વખત નોંધપાત્ર વાંધા નોંધાવ્યા હતા. ચૂંટણી પંચે આ આંતરિક મતભેદોને સામાન્ય નિર્ણય પ્રક્રિયાનો ભાગ ગણાવી કહ્યું છે કે અલગ મત અને સૂચનો સંસ્થાકીય ચર્ચાનો સામાન્ય હિસ્સો છે.

દરમિયાન, દીપકેએ વિપક્ષી પક્ષોને પણ સવાલ કર્યા કે જો વિપક્ષને ખરેખર ચૂંટણીમાં ધાંધલી થતી હોવાનો વિશ્વાસ છે, તો તે આવી ચૂંટણીમાં સતત ભાગ લઈને એ જ પ્રક્રિયાને માન્યતા કેમ આપે છે? તેમણે દલીલ કરી કે ચૂંટણીમાં ભાગ લેતા રહેવું કથિત રીતે ‘ફ્રી એન્ડ ફેર’ ચૂંટણીની છબી જાળવવામાં મદદ કરે છે. આ નિવેદનો દીપકેના રાજકીય આક્ષેપો છે, કોઈ સત્તાવાર નિષ્કર્ષ નહીં.

ચીનને ટક્કર અને કોરિયા ચિત્ત! એશિયન ગેમ્સમાં શૂટિંગ રેન્જ પર ભારતીય શૂટર્સે મચાવી સનસનાટી

0

એશિયન ગેમ્સ 2026માં ભારતે શૂટિંગ રેન્જ પર જોરદાર વાપસી કરી છે. આજે ભારતીય ખેલાડીઓએ એક પછી એક બે મેડલ પોતાના નામે કર્યા છે . સુરુચી સિંહ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને નીરજ કુમારની ટીમે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો.

સુરુચી અને કમલજીતે ફાઇનલમાં 484.6 પોઈન્ટ મેળવ્યા હતા. આ સાથે ભારતીય જોડીએ દમદાર પ્રદર્શન કરીને ગોલ્ડ પોતાના નામે કર્યું હતું. દક્ષિણ કોરિયાની ટીમ 478.0 પોઈન્ટ સાથે સિલ્વર અને ઈરાન 415.8 પોઈન્ટ સાથે બ્રોન્ઝ પર રહ્યું હતું. આ ગોલ્ડ સાથે ભારતે એશિયન ગેમ્સ 2026માં શૂટિંગનું પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યું છે.

બીજી તરફ 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સમાં ભારતીય ટીમે 1762 પોઈન્ટ સાથે સિલ્વર મેળવ્યુ હતું. ચીન 1766 પોઈન્ટ સાથે પ્રથમ રહ્યું જ્યારે ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર અને નીરજ કુમારે વ્યક્તિગત ફાઇનલ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

આ બે મેડલ બાદ ભારતના ખાતામાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ થયા છે. 25 સપ્ટેમ્બરના અપડેટ મુજબ ભારત મેડલ ટેલીમાં 15મા સ્થાને છે. અગાઉ મહિલા ક્રિકેટ ટીમે ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો.

આ રીતે શૂટિંગમાં મળેલા આ બે મેડલે એશિયન ગેમ્સમાં ભારતના મેડલ અભિયાનને વધુ મજબૂતી આપી છે.