Home Blog

શું તમે પણ પ્લાસ્ટિકના ઈંડા ખાઈ રહ્યા છો? ઘરે બેઠા જ આ સરળ ટેસ્ટથી કરો અસલી અને નકલીની ઓળખ!

શું તમારા ઘરના રસોડામાં પણ અસલી ઈંડાના નામે ‘પ્લાસ્ટિક’ પીરસાઈ રહ્યું છે? હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ‘પ્લાસ્ટિકના ઈંડા’ના ડરાવના વીડિયોએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત દરેક વ્યક્તિના મનમાં એ ડર બેસી ગયો છે કે ક્યાંક તેઓ પોતાના પરિવારને ઝેર તો નથી ખવડાવી રહ્યા ને! જો તમે પણ ઈંડા ખાવાના શોખીન છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના સાબિત થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું કે સોશિયલ મીડિયાની અફવાઓ પાછળનું સત્ય શું છે અને કેવી રીતે માત્ર એક મિનિટમાં ઘરે બેઠા જ તમે અસલી ઈંડાનો ભેદ પારખી શકો છો.

આજકાલ બજારમાં દૂધથી લઈને ઘી સુધીની દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે, ત્યારે ઈંડામાં ભેળસેળની વાત સાંભળીને ગભરાવવું સ્વાભાવિક છે. ઘણા વીડિયોમાં દાવો કરવામાં આવે છે કે ઈંડું ફોડતી વખતે જો તેનો પીળો ભાગ અને સફેદ ભાગ તરત જ એકબીજામાં ભળી જાય, તો તે ઈંડું પ્લાસ્ટિકનું કે નકલી છે. પરંતુ, ફૂડ સેફ્ટી નિષ્ણાતો આ વાતને નકારે છે. વાસ્તવમાં, જેમ-જેમ ઈંડું જૂનું થાય છે તેમ તેની અંદરની પેશીઓ નબળી પડે છે. જેના કારણે તેને ફોડતા જ પીળો અને સફેદ ભાગ ભળી જાય છે. આ માત્ર ઈંડું જૂનું હોવાની નિશાની છે, પ્લાસ્ટિકનું હોવાની નહીં.

ઈંડાની તાજગી અને અસલિયત પારખવાની સૌથી વિશ્વસનીય અને સરળ રીત ‘વોટર ટેસ્ટ’ છે. આ માટે તમારે કોઈ લેબોરેટરીમાં જવાની જરૂર નથી. એક ઊંડા વાસણમાં સાદું પાણી લો અને તેમાં ઈંડું હળવેથી મૂકો. જો ઈંડું પાણીના તળિયે જઈને આડું (સપાટ) બેસી જાય, તો સમજી લેવું કે તે એકદમ તાજું છે. જો ઈંડું તળિયે જઈને ઊભું રહે, તો તે થોડું જૂનું છે પણ ખાવાલાયક છે. પરંતુ, જો ઈંડું પાણીની સપાટી પર તરવા લાગે, તો સમજી લેવું કે તેની અંદર હવા ભરાઈ ગઈ છે અને તે સંપૂર્ણપણે બગડી ગયું છે, જેનો ત્યાગ કરવો જ હિતાવહ છે.

બજારમાંથી ઈંડા ખરીદતી વખતે પણ ખાસ સાવચેતી રાખો. ક્યારેય એવા ઈંડા ન ખરીદો જેના પડ (છાલ) પર તિરાડ હોય કે તે વધારે પડતા ગંદા દેખાતા હોય. તૂટેલા ઈંડામાં બેક્ટેરિયા પ્રવેશવાની શક્યતા સૌથી વધુ હોય છે, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. સોશિયલ મીડિયાની અફવાઓથી ગભરાવાને બદલે જાગૃત બનો અને યોગ્ય ચકાસણી કરીને જ ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરો.

Video Noida Supernova Suicide: 43મા માળેથી કૂદી યુવકે કરી આત્મહત્યા; મૃત્યુ પહેલા કર્યો હતો વિડિયો રેકોર્ડ!

0

જીવનની આર્થિક મુશ્કેલીઓ ક્યારેક માણસને એવા અંધકાર તરફ ધકેલી દે છે જ્યાંથી તેને મોત જ એકમાત્ર વિકલ્પ દેખાવા લાગે છે. નોઇડામાં આજે બનેલી એક કમકમાટીભરી ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. નોઇડાની સૌથી ઊંચી ઈમારત ગણાતી ‘સુપરનોવા સોસાયટી’ના 43મા માળેથી કૂદીને એક 29 વર્ષીય યુવાને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે 43મા માળેથી નીચે પટકાતા જ યુવકના શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા અને જમીન પર ચારે તરફ લોહી વેરવિખેર થઈ ગયું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ ગુરુગ્રામના આઈએમટી માનેસર વિસ્તારના રહીશ સંભવ જૈન તરીકે થઈ છે. સંભવે શુક્રવારે, 2 ઓક્ટોબરના રોજ સેક્ટર-94માં આવેલી સુપરનોવા સોસાયટીના એસ્પાયર ટાવરમાં 43મા માળે રૂમ નંબર 4228 ભાડે (એરબીએનબી) રાખ્યો હતો. શનિવારે સવારે 11:27 વાગ્યાની આસપાસ તે અચાનક રૂમની બાલ્કનીની રેલિંગ ઓળંગીને બહારની તરફ લટકી ગયો હતો.

આ જ સમયે બાજુના રૂમ (4227)માં કેટલાક એસી (AC) ટેક્નિશિયનો રિપેરિંગનું કામ કરી રહ્યા હતા. યુવકને લટકતો જોઈને તેઓ તરત જ દોડી આવ્યા અને તેને નીચે ન કૂદવા માટે સતત સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંભવે તેમને હતાશામાં જણાવ્યું કે તે ભારે ડિપ્રેશનનો શિકાર છે અને હવે તે વધુ જીવવા માંગતો નથી. ટેક્નિશિયનો તેને બચાવવા માટે આગળ વધે તે પહેલાં જ તેણે પોતાના હાથ છોડી દીધા હતા અને 80 માળની ઈમારતના 43મા માળેથી મોતની છલાંગ લગાવી દીધી હતી. આ સમગ્ર ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં તે થોડી સેકન્ડો માટે રેલિંગ પર લટકતો જોવા મળે છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંભવે ગંભીર આર્થિક તંગી અને ભારે દેવાના દબાણ હેઠળ આ આત્યંતિક પગલું ભર્યું હતું. સેક્ટર-126 પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરતા સંભવના મોબાઈલમાંથી તેના પિતા વિનય કુમાર જૈન સાથેની વોટ્સએપ ચેટ મળી આવી છે. ચેટમાં તેણે સ્પષ્ટ લખ્યું હતું કે તે આર્થિક સમસ્યાઓના કારણે પોતાનો જીવ આપી રહ્યો છે અને આ માટે તે પોતે જ જવાબદાર છે. આ ઉપરાંત, તેણે મરતા પહેલા પોતાની વ્યથા ઠાલવતો એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હોવાની માહિતી સામે આવી છે, જે પોલીસે તપાસ માટે કબજે કર્યો છે.

હાલમાં પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ મેળવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર યુવાનોમાં વધતા જતા માનસિક તણાવ અને આર્થિક સંઘર્ષના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરિયું છે.

કચ્છના ઐતિહાસિક ધોળાવીરાને મળ્યો કેટેગરી-Aનો દરજ્જો, ASIની કેટેગરી-A સ્મારકોમાં સમાવેશ કરાયો

0

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા ગેજેટ નોટિફિકેશન બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા કચ્છના ઐતિહાસિક અને વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાને દેશના સર્વોચ્ચ સ્મારકોની શ્રેણી ગણાતા ‘કેટેગરી-A’ નો દરજ્જો આપવામાં આવ્યો છે, જેનાથી આપણું ધોળાવીરા હવે સીધું તાજમહેલ અને લાલ કિલ્લા જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ટોચના સ્મારકોની સમકક્ષ આવી ગયું છે.

આ નવા દરજ્જા સાથે ધોળાવીરાના સંરક્ષણ, દેખરેખ અને વ્યવસ્થાપન માટે અત્યંત કડક નિયમો લાગુ થશે, જેમાં સ્મારકની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં નવા બાંધકામ પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે તેમજ નિયંત્રિત વિસ્તારમાં કોઈપણ બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત બનશે; સાથોસાથ મુલાકાતીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ, પ્રવેશ ફી અને પર્યટન-સંશોધનને પણ નવું બળ મળશે તથા સ્મારક પરિસરમાં કોઈપણ પ્રકારના અનધિકૃત પ્રવેશ કે નુકસાન સામે કાયદેસરની કડક કાર્યવાહીની જોગવાઈ કરાઈ છે, જે સમગ્ર કચ્છના ગૌરવશાળી વારસાને વૈશ્વિક અને રાષ્ટ્રીય ફલક પર વધુ મજબૂત સ્થાન અપાવશે.

અમદાવાદની પ્રતિષ્ઠિત સ્કૂલમાં વિદ્યાર્થિનીને ફેક Instagram IDથી મેસેજ કરનાર શિક્ષક ઝડપાયો!

0

શું તમે ક્યારેય કલ્પના કરી છે કે જે શિક્ષકને આપણે આપણાં બાળકોના ભવિષ્યના ઘડવૈયા માનીએ છીએ, તે જ જો રક્ષક મટીને ભક્ષક બને તો શું થાય? અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી જાણીતી પ્રગતિ સ્કૂલમાં એક એવી જ હચમચાવી દેનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર શિક્ષણ જગતને શરમાવી દીધું છે. અહીં એક કોમ્પ્યુટર શિક્ષકે ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવીને ધોરણ 10ની એક વિદ્યાર્થિનીને નકલી ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને અશ્લીલ મેસેજ મોકલ્યા હોવાનો પર્દાફાશ થયો છે. આ શરમજનક કરતૂતનો ભાંડો ફૂટતાં શાળા પરિસરમાં જ ભારે હોબાળો મચી ગયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

આ સમગ્ર ઘટનાની વિગતો મુજબ, આ લંપટ કોમ્પ્યુટર શિક્ષક છેલ્લા ઘણા સમયથી નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે વિદ્યાર્થિનીને પરેશાન કરતો હતો. વિદ્યાર્થિનીના એક જાગૃત મિત્રને આ બાબતે શંકા જતાં તેણે પોતાના સ્તરે તપાસ આદરી હતી. તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો કે મેસેજ કરનાર વિકૃત માનસિકતા ધરાવતો વ્યક્તિ બીજું કોઈ નહીં, પરંતુ સ્કૂલનો જ શિક્ષક છે. સત્ય સામે આવતા રોષે ભરાયેલા મિત્રએ શાળામાં જઈને શિક્ષકનો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં અનેક નકલી આઈડીઓ મળી આવી હતી. આ પુરાવા જોતાં જ આક્રોશિત થયેલા યુવાને શિક્ષકનો ફોન ફેંકી દીધો હતો અને તેને શાળામાં જ લાફા ઝીંકી દીધા હતા. શિક્ષકની ધોલાઈનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

આ મામલો ગરમાતાં વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી. જોકે, પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. પ્રગતિ સ્કૂલના પ્રિન્સિપાલ શૈલેન્દ્ર યાદવે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસને માહિતી આપવામાં આવી હતી અને શાળા કક્ષાએ પણ તપાસ કરવામાં આવી હતી. પૂછપરછમાં શિક્ષકે એવું વાહિયાત બહાનું રજૂ કર્યું હતું કે તે પોતાની પત્નીને મેસેજ કરવા જતો હતો અને ભૂલથી વિદ્યાર્થિનીને મોકલાઈ ગયો હતો. પરંતુ, શાળા સંચાલકોએ આ ગંભીર ગેરવર્તણૂકને સાંખી ન લેતા તાત્કાલિક અસરથી આ શિક્ષકને ટર્મિનેટ (નોકરીમાંથી બરતરફ) કરી દીધો છે.

બીલીમોરામાં ભીષણ આગ, 6 દુકાનો આગની લપેટમાં આવી

0

બીલીમોરા સ્ટેશન રોડ ઉપર દુકાનોમાં લાગી ભીષણ આગમાં કુલ ૬ દુકાનો આગ ની ચપેટ માં આવી છે. બીલીમોરા સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ગોદડાવાળાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. એ આગ જોતજોતામાં પ્રસરી ગઈ હતી. આગ લાગી હોવાની જાણકારી મળતાં જ ગણદેવી અને બીલીમોરા ફાયર સ્ટેશનની ૫ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે કામગીરી માં જોતરાઈ હતી. જો કે રેસ્ક્યૂ ઓપરેશન માટે પાછળ જવા માટે રસ્તો ન હોવાથી ફાયર વિભાગે એક દુકાન તોડવી પડી હતી.આગ ઉપર કાબુ મેળવવા સતત પાણી નો મારો, જેસીબી મશીન વડે બાકીનો કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ જ છે.

તસ્વીર : ચંદ્રકાંત સોલંકી બીલીમોરા

એશિયન ગેમ્સમ: ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન પર ધમાકેદાર વિજય, આટલા રનથી હરાવી જીત્યું ગોલ્ડ!

0

જાપાનના નિશિનમાં આજે રમાયેલી એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કરે દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. ગોલ્ડ મેડલ માટેના આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને 19 રને હરાવીને ઐતિહાસિક વિજય નોંધાવ્યો છે. રોમાંચની ચરમસીમાએ પહોંચેલી આ મેચના છેલ્લા બોલ સુધી દર્શકોની નજર સ્ક્રીન પર ચોંટેલી રહી હતી. શાનદાર રમતનું પ્રદર્શન કરીને ભારતે 2023માં જીતેલા પોતાના સુવર્ણ ખિતાબનો જાપાનની ધરતી પર સફળતાપૂર્વક બચાવ કર્યો છે.

ભારતીય સુકાની શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો સાહસિક નિર્ણય લીધો હતો. શરૂઆતમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ 9 બોલમાં 15 રન બનાવીને ટીમને આક્રમક શરૂઆત અપાવી હતી. વહેલી વિકેટો પડ્યા બાદ, અભિષેક શર્માએ મેદાન પર તોફાન મચાવતા માત્ર 28 બોલમાં 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 7 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. અંતિમ ઓવરોમાં તિલક વર્મા (22 બોલમાં અણનમ 51 રન) અને શિવમ દુબે (15 બોલમાં 27 રન) ની આતશી બેટિંગના સહારે ભારતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 211 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો.

212 રનના તોતિંગ લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાની ટીમે પણ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. હસન નવાઝ (96 રન) ની આક્રમક બેટિંગને કારણે મેચ એક સમયે અત્યંત રોમાંચક વળાંક પર આવી ગઈ હતી. પરંતુ, ભારતીય બોલરોએ ચુસ્ત બોલિંગ અને સતત વિકેટો ઝડપીને પાકિસ્તાન પર દબાણ બનાવી રાખ્યું હતું. અંતિમ ઓવરમાં પાકિસ્તાનને જીત માટે 33 રનની જરૂર હતી, જે અશક્ય સાબિત થયું હતું. શિવમ દુબેએ મેચના અંતિમ બોલ પર નવાઝને આઉટ કરીને ભારતની ઐતિહાસિક જીત પર મહોર મારી દીધી છે.

અંતે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 192 રન જ બનાવી શકી હતી. આ સાથે ભારતે 19 રનથી ભવ્ય વિજય મેળવીને એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટનો સુવર્ણચંદ્રક સતત બીજી વખત પોતાના નામે કર્યો છે. ભારત-પાકિસ્તાનની આ હાઈ-વોલ્ટેજ ફાઇનલનો અંત ફરી એકવાર ટીમ ઈન્ડિયાના શાનદાર વિજય સાથે થયો છે.

કેપ્ટન સ્મિતની હિંમતને Mankind Pharmaએ આટલા કરોડ આપીને કર્યું સન્માન

હજારો ફૂટની ઊંચાઈ પર મોત જ્યારે સામે ઊભું હતું, ત્યારે એક ભારતીય પાયલોટે અદભુત સાહસ બતાવીને ૧૭૪ મુસાફરોનો જીવ બચાવ્યો હતો. દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં સર્જાયેલી આ ભયાનક ઘટનામાં પોતાના જીવની પરવા કર્યા વિના હીરો સાબિત થયેલા કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતને આજે આખી દુનિયા સલામ કરી રહી છે. તેમની આ ‘અસાધારણ હિંમત, નેતૃત્વ અને માનવતા’ને બિરદાવતા દેશની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્માએ તેમને રૂપિયા ૧ કરોડના પુરસ્કારથી સન્માનિત કર્યા છે, જે હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

મેનકાઇન્ડ ફાર્માના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ જુનેજાએ શુક્રવારે કેપ્ટન સ્મિતને એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો. નોંધનીય છે કે, ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાયલોટ દ્વારા વિમાનને ક્રેશ કરવાના ઇરાદે સ્મિત પર જીવલેણ હુમલો કરી છરાબાજી કરવામાં આવી હતી. આમ છતાં સ્મિતે કોકપિટનો દરવાજો ખોલીને મુસાફરોને બચાવ્યા હતા. રાજીવ જુનેજાએ પત્રમાં નોંધ્યું છે કે, “સમગ્ર વિશ્વ સમક્ષ એક ભારતીયને આટલી હિંમત અને જવાબદારી દાખવતો જોઈને મને ખૂબ ગર્વ થાય છે. તમે બચાવેલા જીવ અને લાખો લોકોને આપેલી પ્રેરણાની કિંમત કોઈ રકમ ન ચૂકવી શકે. આ ૧ કરોડ રૂપિયા તો માત્ર અમારા આદર અને કૃતજ્ઞતાની એક નાની અભિવ્યક્તિ છે. તમે આખા દેશનું નામ રોશન કર્યું છે.”

આ ઘટના બાદ દેશભરમાં કેપ્ટન સ્મિતની વીરતાના ગુણગાન ગવાઈ રહ્યા છે. તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે સોમનાથ અને કાશી વિશ્વનાથ જેવા મોટા મંદિરોમાં વિશેષ પૂજાઓ થઈ રહી છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ દ્વારા સ્મિત સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ભાવુક થયેલા સ્મિતે કહ્યું, “હું મારો જીવ બચાવવા તો લડી જ રહ્યો હતો, પરંતુ મને ખબર હતી કે હું અન્ય લોકોને મરવા દઈ શકું નહીં. ઘટના સમયે હું સતત હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યો હતો અને મને ખાતરી છે કે ભગવાને જ મને બચાવ્યો છે.”

કેપ્ટન સ્મિતના સાહસની નોંધ માત્ર ભારતમાં જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લેવાઈ છે. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘સાચા હીરો’ ગણાવતા કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે હુમલાખોરનો સામનો કર્યો અને ૧૭૪ લોકોના જીવ બચાવીને મોટી મિડ-એર દુર્ઘટના ટાળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમને હીરો ગણાવી તેમના સાહસની ભારે સરાહના કરી છે.

ગાંધી જયંતીના દિવસે અમેરિકાના હિન્દુ મંદિરમાં અચાનક ઈંટમારો, બારીઓના કાચના ભુક્કા!

અમેરિકામાં હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાની વધુ એક ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મહાત્મા ગાંધી જયંતી અને ઓહિયો રાજ્યમાં ‘હિન્દુ હેરિટેજ મંથ’ની ઉજવણીની શરૂઆત વચ્ચે જ રિચમંડ હાઈટ્સ સ્થિત શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિન્દુ મંદિર પર અસામાજિક તત્વો દ્વારા ઈંટોથી હુમલો કરવામાં આવ્યો હતો . શુક્રવારે બપોરે જ્યારે મંદિર પરિસરમાં પૂજારીઓ અને ભક્તો હાજર હતા, ત્યારે થયેલા આ અચાનક હુમલામાં ઈમારતની બારીઓના કાચ તૂટી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. પવિત્ર તહેવારો ટાણે જ બનેલી આ કાયરતાપૂર્ણ ઘટનાને પગલે સમગ્ર વિદેશી ભારતીય સમુદાયમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

CCTV ફૂટેજ તપાસ હેઠળ, FBI અને સિવિલ રાઈટ્સ એજન્સીઓ કાર્યરત

હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) ના જણાવ્યા અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે આશરે ૧:૩૦ વાગ્યે બની હતી. હુમલાખોરોની આ સમગ્ર કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસે હાલ સીસીટીવી (CCTV) ફૂટેજની બારીકાઈથી સમીક્ષા કરી રહી છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI) અને નાગરિક અધિકાર અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. HAF એ મંદિરના ટ્રસ્ટીઓ અને નેતૃત્વ સાથે સંપર્ક સાધીને તમામ મદદની ખાતરી આપી છે તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓને દોષિતોને ઝડપથી પકડવા અપીલ કરી છે.

હેટ ક્રાઇમની શંકા, સ્થાનિક પ્રશાસન પાસે આકરા પગલાંની માંગ

કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) ના જણાવ્યા મુજબ, હુમલા સમયે મંદિર અંદર પૂજારીઓ અને શ્રદ્ધાળુઓ હાજર હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. CoHNA એ રિચમંડ હાઈટ્સના મેયર કિમ થોમસ અને સ્થાનિક તંત્ર પાસે આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરવાની માંગ કરી છે. સંગઠનો આ હુમલાને સંભવિત ‘હેટ ક્રાઇમ’ (ધાર્મિક નફરતથી પ્રેરિત ગુનો) તરીકે જોઈ રહ્યા છે, જોકે પોલીસે હજુ સુધી કોઈ ચોક્કસ શંકાસ્પદની ધડપકડ કે મકસદ અંગે અધિકૃત પુષ્ટિ કરી નથી.

અમેરિકામાં હિન્દુ મંદિરો પર તોડફોડના કિસ્સાઓ વધ્યા

અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ મંદિરો પર તોડફોડ અને અસામાજિક સંદેશાઓ લખવાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. ઓગસ્ટ ૨૦૨૨માં ન્યૂયોર્કના શ્રી તુલસી મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરાઈ હતી. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૨૩માં નેવાર્કનું SMVS મંદિર, સપ્ટેમ્બર ૨૦૨૪માં ન્યૂયોર્ક અને સેક્રામેન્ટોના BAPS મંદિરો તથા માર્ચ ૨૦૨૫માં ચિનો હિલ્સ સ્થિત મંદિર પર પણ અસામાજિક તત્વોએ હુમલા કર્યા હતા. ઓહિયોમાં નવરાત્રિ અને હિન્દુ વારસા માસની ઉજવણીઓ વચ્ચે થયેલા આ તાજા હુમલાએ પ્રવાસી ભારતીયોની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો : નાયરાએ પેટ્રોલમાં 5 રૂપિયા તથા ડીઝલમાં 3 રૂપિયાનો ભાવ વધારો

0

નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3નો વધારો કર્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય છૂટક ભાવ અને આંતરરાષ્ટ્રીય તેલ અને શુદ્ધ ઉત્પાદન ખર્ચમાં વધારો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં ₹5 પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં ₹3નો વધારો કર્યો છે. આ પગલાનો ઉદ્દેશ્ય છૂટક ભાવ અને આંતરરાષ્ટ્રીય તેલ અને શુદ્ધ ઉત્પાદન ખર્ચમાં વધારો વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. નાયરાના દેશભરમાં 7,000 થી વધુ પેટ્રોલ પંપ છે.

3 ઓક્ટોબરનું રાશિફળ: શ્રાદ્ધ પક્ષમાં કોની કિસ્મત ચમકશે?

૩ ઓક્ટોબર ૨૦૨૬, શનિવાર નું ૧૨ રાશીઓ માટે રાશીફળ રજૂ કરેલ છે:

​મેષ (Aries):
શનિવાર અને શ્રાદ્ધ પક્ષના પ્રભાવથી અટકેલા કાર્યોમાં ધીરજપૂર્વક આગળ વધવું લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રે સહકર્મચારીઓ સાથે જૂના મતભેદો ઉકેલાશે અને ટીમવર્કથી અટવાયેલા કામો પૂરા થશે. પિતૃકૃપાથી મનની અશાંતિ દૂર થશે અને આંતરિક શાંતિનો અનુભવ થશે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવું. સાંજનો સમય પરિવાર સાથે શાંતિ અને સુમેળમાં પસાર થશે.

​વૃષભ (Taurus):
ભાગીદારીમાં ચાલતા વેપાર-ધંધામાં પારદર્શિતા જાળવવી જેથી ભવિષ્યની ગેરસમજણો અટકે. આકસ્મિક નાણાકીય ખર્ચ સામે આવી શકે છે, પરંતુ અગાઉ કરેલી બચત મદદે આવશે. જીવનસાથી સાથે કોઈ ગંભીર ઘરેલું વિષય પર શાંતિપૂર્વક ચર્ચા કરવાથી સારો ઉકેલ મળશે. અજાણ્યા લોકો સાથે આર્થિક લેવડ-દેવડમાં ખાસ સતર્કતા રાખવી હિતાવહ છે. સાંધાના દુખાવામાં નિયમિત હળવી કસરત અને તેલ માલિશ રાહત આપશે.

​મિથુન (Gemini):
બૌદ્ધિક કામકાજ અને કાગળિયાંની ચકાસણીમાં તમારી ઝીણવટભરી નજર મોટી ભૂલ થતાં અટકાવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિશેષ એકાગ્રતા પ્રાપ્ત થશે. પિતૃતર્પણ અને ગરીબોને અન્નદાન કરવાથી માનસિક ભાર હળવો થશે અને નસીબ બળવાન બનશે. મિત્રો તરફથી વ્યવસાયિક વિકાસ માટે નવી દિશા કે ઉપયોગી સંપર્ક મળી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવો અને વધુ પડતો મસાલેદાર આહાર ટાળવો.

​કર્ક (Cancer):
સંતાનોના શિક્ષણ કે કારકિર્દી સંબંધી કોઈ મહત્વનો નિર્ણય આજે વડીલોની સંમતિથી લઈ શકશો. શેરબજાર કે જોખમી સ્કીમોમાં મોટું રોકાણ કરવાને બદલે સલામત બચત તરફ વળવું ફાયદાકારક રહેશે. ઘરના વાતાવરણમાં શ્રાદ્ધ પર્વ નિમિત્તે ધાર્મિક ભાવના અને પવિત્રતાનો માહોલ રહેશે. રચનાત્મક કાર્યો અને લેખન-વાચનમાં મન પરોવવાથી ઊર્જાનો સારો ઉપયોગ થશે. છાતી કે શ્વાસ સંબંધી મોસમી તકલીફો પ્રત્યે બેદરકાર ન રહેવું.

​સિંહ (Leo):
જમીન, મકાન કે વાહનની ખરીદ-વેચાણ અંગે ચાલી રહેલી વાટાઘાટોમાં અનુકૂળ વળાંક આવી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને પરિવાર સાથે આત્મીય ક્ષણો વિતાવવાનો મોકો મળશે. કાર્યક્ષેત્રે તમારી યોજનાઓને ગુપ્ત રાખવી જેથી વિરોધીઓ અડચણ ઊભી ન કરી શકે. ક્રોધ અને અહંકારથી દૂર રહીને શાંતિથી કામ લેવું સૌથી વધુ ફળદાયી રહેશે. રાત્રે હળવો આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.

​કન્યા (Virgo):
નાના ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મધુર બનશે અને તેમની કોઈ સમસ્યામાં તમારી સલાહ કામ લાગશે. માર્કેટિંગ, કમ્યુનિકેશન કે મુસાફરી સાથે જોડાયેલા કાર્યોમાં ધાર્યો આર્થિક લાભ થવાના યોગ છે. શનિ મહારાજની કૃપાથી તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કાગળો આગળ ધપશે. પડોશીઓ કે સ્નેહીજનો સાથેના સંબંધોમાં સૌહાર્દ જળવાઈ રહેશે. ગળા કે ખભાના સ્નાયુઓમાં ખેંચાણ ન આવે તેની કાળજી રાખવી.

​તુલા (Libra):
કુટુંબમાં જૂની સંપત્તિ કે પૈતૃક બાબતો અંગે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા આગળ વધશે. નાણાકીય બચતમાં વધારો થશે અને જૂની ઉઘરાણીમાંથી અણધાર્યા નાણાં પરત મળવાની શક્યતા છે. તમારી મધુર વાણી અને વિનમ્ર વ્યવહારથી સામાજિક પ્રતિષ્ઠામાં સારો વધારો થશે. આંખોમાં બળતરા કે થાક ન લાગે તે માટે રાત્રે મોડે સુધી જાગવાનું ટાળવું. શ્રાદ્ધ પક્ષના દિવસોમાં જરૂરિયાતમંદોને સહાય કરવાથી પુણ્યબળ વધશે.

​વૃશ્ચિક (Scorpio):
માનસિક મક્કમતા અને આત્મવિશ્વાસ સાથે લીધેલા નિર્ણયો તમને કાર્યક્ષેત્રે અગ્રેસર રાખશે. તમારી કાર્યશૈલીમાં ગંભીરતા અને સ્થિરતા વધશે, જેનાથી ઉપરી અધિકારીઓ ખુશ થશે. જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કે પૂજા-અર્ચનાનું આયોજન થઈ શકે છે. બિનજરૂરી ચિંતાઓ છોડીને વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું ઉત્તમ રહેશે. માથાના દુખાવા કે તણાવથી બચવા માટે પૂરતું પાણી પીવું અને ધ્યાન કરવું.

​ધન (Sagittarius):
વિદેશ સંબંધી કામકાજ, આયાત-નિકાસ કે દૂરના શહેરોના પ્રોજેક્ટ્સમાં પ્રગતિના સંકેત મળશે. અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે, પરંતુ આવકના સ્ત્રોત જળવાઈ રહેવાથી આર્થિક મુશ્કેલી નહીં પડે. કાનૂની મામલાઓ કે સરકારી કાર્યવાહીમાં ઉતાવળ ન કરવી અને કાગળો બરાબર તપાસવા. એકાંતમાં ચિંતન કરવાથી અને આધ્યાત્મિક વાંચનથી મનને નવી દિશા મળશે. પગના તળિયામાં બળતરા કે થાક અનુભવાય તો આરામ કરવો.

​મકર (Capricorn):
રાશિ સ્વામી શનિદેવના પ્રભાવથી જૂના મિત્રો અને વ્યવસાયિક પરિચિતો તરફથી મોટો લાભ મળવાના યોગ છે. આવકના એક કરતાં વધુ સ્ત્રોત ઊભા કરવાના તમારા પ્રયાસોમાં સકારાત્મક ગતિ જોવા મળશે. સામાજિક સંસ્થાઓ કે સંગઠનોમાં તમારા યોગદાનની નોંધ લેવાશે અને માન-સન્માન વધશે. મોટા ભાઈ-બહેનોનો સ્નેહ અને સહકાર તમને મોટી રાહત આપશે. ઘૂંટણ કે સાંધાના જૂના દુખાવામાં સાવચેતી રાખવી જરૂરી છે.

​કુંભ (Aquarius):
કાર્યસ્થળે નવી યોજનાઓ અમલમાં મૂકવા અને મહત્વના લક્ષ્યો પાર પાડવા માટે આજનો દિવસ ખૂબ સારો છે. વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે અને તમારા સૂચનોને મહત્વ આપવામાં આવશે. પિતા કે પરિવારના મોભી તરફથી મળેલો વ્યવહારુ ટેકો મનની મુંઝવણો દૂર કરશે. સામાજિક સ્તરે તમારી વિશ્વસનીયતા વધુ દ્રઢ બનશે. કામના ભારણ વચ્ચે નિયમિત સમયે ભોજન લેવું જેથી પાચનતંત્ર બરાબર રહે.

​મીન (Pisces):
ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલા સરકારી કે સામાજિક કામો સરળતાથી ઉકેલાઈ જશે. પિતૃશ્રાદ્ધ, ધાર્મિક અનુષ્ઠાન કે તીર્થયાત્રા અંગેના આયોજન માટે દિવસ અત્યંત શુભ અને ફળદાયી છે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઈ વિદ્વાન વ્યક્તિનું માર્ગદર્શન પ્રેરણારૂપ સાબિત થશે. વિદેશ કે દૂરથી કોઈ શુભ સમાચાર મળવાથી પરિવારમાં આનંદનો માહોલ રહેશે. લીવર કે પેટ સંબંધિત તકલીફોથી બચવા પ્રવાહી આહાર વધુ લેવો.