HomeAstrologyઅનોખું મંદિર ! 8 મહિના પાણીમાં જ ડૂબેલું રહે છે આ રહસ્યમય...

અનોખું મંદિર ! 8 મહિના પાણીમાં જ ડૂબેલું રહે છે આ રહસ્યમય મંદિર, ઐતિહાસિક મહાત્મય જાણીને લાગશે નવાઈ

Date:

Related stories

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...

Plane Crash Video: હવામાંથી મિસાઇલની જેમ ધસી આવ્યું બિઝનેસ જેટ, હાઇવે પર આગના ગોળામાં ફેરવાયું; 9નાં મોત

ફ્લોરિડામાં ભયાનક વિમાન દુર્ઘટનાનો વીડિયો વાયરલ: આકાશમાંથી ઝડપભેર નીચે...

૨ નવેમ્બર ૨૦૨૬, સોમવારનું દૈનિક રાશિફળ: જાણો તમામ 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ

​મેષ (Aries): સોમવાર અને અષ્ટમી તિથિના પ્રભાવથી અટકેલા મહત્વના...
spot_img

Unique temple! Remains submerged

  • હિમાચલમાં કાંગડા જિલ્લાના જવાલી નજીક સ્થિત પૌંગ ડેમ તળાવમાં બાથૂ કી લડી મંદીર આવેલુ છે.માન્યતા છે કે, આ મંદિર પાંડવોએ બનાવ્યું હતું. આ મંદિર વર્ષમાં 8 મહિના પાણીમાં જ ડૂબેલુ રહે છે.બાકી ચાર મહિના આ મંદિરના દર્શન થાય છે.
પઠાન કોટથી (Pathan Kot) લગભગ 80 કિલોમીટર દુર બાથૂ કી લડી મંદીર (Bathu Ki Ladi Templ) પૌંગ ડેમના તળાવમાં બનેલુ છે. 70ના દાયકામાં તળાવ બનવાને કારણે આ મંદિર તળાવના પાણીમાં આવી ગયુ હતું. જ્યારે વરસાદમાં તળાવમાં પાણી ભરાઈ જાય છે, ત્યારે જળસ્તર આ મંદિરને પાણીમાં ડૂબાવી દે છે. એપ્રીલથી લઈને જુન સુધી પાણીનું સ્તર નીચુ હોવાથી આ મંદિર ફરી દેખાવા લાગે છે. તે દરમિયાન શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શન કરવા આવે છે. આટલા વર્ષોથી પાણીમાં હોવા છતા મહાભારત કાળનું આ મંદિર આજે પણ પોતોનુ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.
વર્ષના 8 મહિના નથી  દેખાતુ આ મંદિર  :

કાંગડા જીલ્લાના જવાલી નજીક આવેલ બાથૂ કી લડી મંદિર વર્ષમાં 8 મહિના પૌંગ ડેમના તળાવમાં મળી જાય છે. ફક્ત 4 મહિના જ તે તળાવની બાર આવે છે. માન્યતા છે કે આ મંદિરોને પાંડવોએ મહાભારત કાળનાં એકાંતવાસ દરમિયાન બનાવ્યું હતું. અને અહિંયા 11 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.

તળાવના મધ્યમાં આવેલ છે આ મંદિર  :

આ દરમિયાન પાંડવોએ સ્વર્ગ જવા માટે એક સીડીનો નિર્માણ પણ કરાવ્યું હતું.જે કોઈ કારણવશ સ્વર્ગના રસ્તાથી માત્ર થોડા અંતર સુધી બની હતી.આ મંદિરમાં જવા માટે પઠાનકોટથી કાંગડા તરફ જસૂરથી જવાલી તરફ જવું પડે છે.અને જવાલીથી લગભગ 15 કિલોમીટર દૂર પૌંગ ડેમના તળાવની વચ્ચો વચ્ચ આ મંદિર આવેલુ છે.

મંદિર સુધી જવાનો એક માત્ર સહારો હોડી :

ચારો તરફ તળાવનું પાણી અને વચ્ચે ટાપૂનુમા જગ્યા પર બનેલા બાથૂ કી લડી મંદિરોના દર્શન કરવા લોક દૂર દૂર આવે છે.આ મંદિરમાં જવા માટે એક માત્ર વિકલ્પ હોડી હોય છે,જેના પર સવાર થઈને લોકો મંદિર પહોચે છે.

ઈ – પેપર વાંચવા માટે અહીં ક્લિક કરો

Unique temple! Remains submerged

Subscribe

Latest stories