HomeNationalલોકસભાની બેઠકો 50% વધારવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી: 25 વર્ષ સુધી બેઠકોની સંખ્યા...

લોકસભાની બેઠકો 50% વધારવાના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી: 25 વર્ષ સુધી બેઠકોની સંખ્યા બદલાશે નહીં

Date:

Related stories

વ્લાદિમીર પુતિને કરી 16 વર્ષના ભારતીય યુવકની પ્રશંસા, ‘મેક ઇન ઇન્ડિયા’ સાથે જોડ્યું તેનું AI કામ

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના 16 વર્ષીય યુવા...

AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ આતંકી ઝડપાયો, વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું ઘડતો હતો

વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાની તૈયારી કરી રહેલા જૈશ-એ-મોહમ્મદ...

અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ના દરવાજા હવે જનતા માટે ખુલશે, માત્ર ₹20માં લઈ શકાશે મુલાકાત

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનને લઈને ફરી...
spot_img

સરકાર મહિલા અનામત કાયદાના અમલ અને લોકસભાની બેઠકોની સંખ્યા વધારવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવાની દિશામાં આગળ વધી રહી છે.

30 નવેમ્બરથી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પર સરકારની તૈયારી; લોકસભાની બેઠકો 850 સુધી વધારવાની ચર્ચા

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્ર 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર 2026 સુધી ચાલે તેવી શક્યતા છે. મહિલા અનામત બિલ અને લોકસભાની બેઠકોની સંખ્યા વધારવાના મુદ્દે આ સત્ર મહત્વપૂર્ણ બની શકે છે.

મહિલાઓને 33 ટકા અનામત આપવાની તૈયારી

સરકાર લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાના કાયદાના અમલ માટે ફરી પ્રયાસ કરી રહી છે. અગાઉ એપ્રિલ 2026માં રજૂ કરાયેલું આ બિલ લોકસભામાં જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળતાં પસાર થઈ શક્યું નહોતું.

લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ શકે

સરકારના પ્રસ્તાવ મુજબ લોકસભાની હાલની 543 બેઠકો વધારીને મહત્તમ 850 કરવામાં આવી શકે છે. આ માટે સીમાંકન (Delimitation)ની પ્રક્રિયા મહત્વપૂર્ણ રહેશે. રાજ્યોની હાલની બેઠકોમાં આશરે 50 ટકાનો વધારો કરવાની ફોર્મ્યુલા પર પણ વિચારણા થઈ રહી છે.

મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 27 નવેમ્બરે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક યોજાવાની છે. તેમાં મહિલા અનામત અને સીમાંકન સાથે જોડાયેલા બિલના નવા ડ્રાફ્ટ પર ચર્ચા થવાની શક્યતા છે.

કોંગ્રેસનો વિરોધ, વિપક્ષની બેઠક

કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો સીમાંકનને મહિલા અનામત સાથે જોડવાના સરકારના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસની માંગ છે કે હાલની 543 લોકસભા બેઠકોમાં જ મહિલાઓને 33 ટકા અનામતનો લાભ આપવામાં આવે.

આ મુદ્દે વિપક્ષી પક્ષો એકજૂથ થઈને સરકારની રણનીતિનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. આગામી સંસદ સત્રમાં આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે જોરદાર રાજકીય ઘમાસાણ જોવા મળી શકે છે.

નોંધ: કેબિનેટની ચર્ચા અને બિલની દરખાસ્ત અંગેની કેટલીક વિગતો મીડિયા અહેવાલો તથા સૂત્રો પર આધારિત છે. અંતિમ નિર્ણય સત્તાવાર જાહેરાત બાદ સ્પષ્ટ થશે.

Subscribe

Latest stories