HomeNationalઅરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ના દરવાજા હવે જનતા માટે ખુલશે, માત્ર ₹20માં લઈ શકાશે...

અરવિંદ કેજરીવાલના ‘શીશમહેલ’ના દરવાજા હવે જનતા માટે ખુલશે, માત્ર ₹20માં લઈ શકાશે મુલાકાત

Date:

Related stories

AK-47 સાથે જૈશ-એ-મોહમ્મદનો શંકાસ્પદ આતંકી ઝડપાયો, વડોદરા એરફોર્સ સ્ટેશન પર હુમલાનું કાવતરું ઘડતો હતો

વડોદરા એરફોર્સ સ્ટેશનને નિશાન બનાવવાની તૈયારી કરી રહેલા જૈશ-એ-મોહમ્મદ...

તિરુપતિ બાલાજી મંદિરમાં ચેન્નઈના જૈન દંપતીનું રૂ. 208 કરોડનું મહાદાન: 121 કિલો સોનાના ઘરેણાં અને હીરા અર્પણ કર્યા

આંધ્રપ્રદેશના તિરુમલામાં આવેલા પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ચેન્નઈના...

વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકીની ધરપકડ, AK-47 અને 23 જીવતા કારતૂસ મળ્યાં

ગુજરાતમાં આતંકવાદી ગતિવિધિઓને લઈને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી...

બારડોલી પરિવાર હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા : મહારાષ્ટ્રમાંથી એક આરોપી ઝડપાયો, અન્ય 3ની શોધખોળ તેજ

સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં શ્રમજીવી પરિવારના છ સભ્યોને ઉકાઈ...
spot_img

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. દિલ્હીની સરકારે કેજરીવાલના ચર્ચિત ‘શીશમહેલ’ને મીડિયા માટે ખુલ્લું મૂક્યું છે. હવે સરકાર આ સ્થળને સામાન્ય લોકો માટે પણ ખુલ્લું મૂકવાની યોજના બનાવી રહી છે.

સરકારની યોજના મુજબ, લોકો માત્ર ₹20ની પ્રવેશ ફી ચૂકવીને આ ભવ્ય બંગલાની મુલાકાત લઈ શકશે. આ માટે જાહેર જનતા માટે ટૂર શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે.

બંગલામાં 58.83 કરોડ રૂપિયાનો ખર્ચ થયાનો દાવો

મીડિયા મુલાકાત દરમિયાન સરકારે બંગલામાં કરવામાં આવેલા ખર્ચ અને મોંઘા ફર્નિચર અંગે પણ વિગતો રજૂ કરી હતી. તેમાં 11.56 લાખ રૂપિયાનું ઝુમ્મર, 5.47 લાખ રૂપિયાનો સોફા, 5.58 લાખ રૂપિયાની ખુરશીઓ અને 6.79 લાખ રૂપિયાનું સેન્ટર ટેબલ સહિતની વસ્તુઓ દર્શાવવામાં આવી હતી. બંગલાના રિનોવેશન અને ફર્નિચર પાછળ કુલ 58.83 કરોડ રૂપિયાનો ખર્ચ થયાનો આંકડો સામે આવ્યો છે.

આ બંગલામાં 8 બેડરૂમ, 12 ટોયલેટ, જાકુઝી બાથ, સ્પા, મોંઘા કાર્પેટ અને પાંચ OLED ટીવી જેવી સુવિધાઓ હોવાનું પણ જણાવાયું છે.

થોડા સમય માટે જ જનતા મુલાકાત લઈ શકશે

દિલ્હીના PWD મંત્રી પ્રવેશ વર્માના જણાવ્યા અનુસાર, સૌપ્રથમ મીડિયા અને ત્યારબાદ સામાન્ય જનતા માટે બંગલાના દરવાજા ખોલવામાં આવશે. મુલાકાત માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી છે. વરિષ્ઠ નાગરિકો અને કોલેજના વિદ્યાર્થીઓને મફત પ્રવેશ આપવાની પણ વિચારણા છે.

જોકે, જનતા માટે આ મુલાકાત મર્યાદિત સમયગાળા માટે જ રહેશે. ત્યારબાદ આ બંગલાનું સંચાલન ખાનગી હોસ્પિટાલિટી કંપનીને સોંપવાની યોજના છે. અહીં સરકારી કોન્ફરન્સ, લંચ અને મીટિંગ્સ યોજવાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે 6, ફ્લેગસ્ટાફ રોડ પર આવેલો આ બંગલો વર્ષ 2015થી 2024 દરમિયાન અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી તરીકેનું સત્તાવાર નિવાસસ્થાન હતું. ભાજપે 2025ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેના મોંઘા રિનોવેશનને લઈને ‘શીશમહેલ’ નામ આપીને આમ આદમી પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા.

Subscribe

Latest stories