HomeInternationalGTA 6 રમવા માટે રાજીનામું આપ્યું હતું? NVIDIAના CEO જેન્સન હુઆંગની વાપસીથી...

GTA 6 રમવા માટે રાજીનામું આપ્યું હતું? NVIDIAના CEO જેન્સન હુઆંગની વાપસીથી ઇન્ટરનેટ પર મીમ્સનો વરસાદ!

Date:

Related stories

૨૪ નવેમ્બર ૨૦૨૬ રાશિફળ: મંગળવારે ૧૨ રાશિના જાતકો માટે કેવો રહેશે દિવસ? જાણો આજનું રાશિભવિષ્ય

મેષ (Aries):રાશિ સ્વામી મંગળવાર અને દેવ દિવાળીના મહાપર્વના અત્યંત...

યુટ્યુબર ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર, 2018ના માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટનો મોટો નિર્ણય

દિલ્હી: જાણીતા યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ધ્રુવ રાઠી...

સુરત એરપોર્ટ પર શરૂ થયાના 8 મહિનામાં જ ‘ઉડાન યાત્રી કેફે’ બંધ, આ કારણે કરવામાં આવ્યું બંધ !

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોને સસ્તા ભાવે ચા-નાસ્તો અને...
spot_img

ટેક જગતની જાણીતી કંપની NVIDIAના CEO જેન્સન હુઆંગની વાપસીને લઈને સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર આવ્યું છે. ખાસ કરીને GTA 6 ગેમને લઈને કરવામાં આવી રહેલી મજેદાર પોસ્ટ્સ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

હકીકતમાં, જેન્સન હુઆંગે રાજીનામું આપ્યાના 11 દિવસ બાદ NVIDIAના બોર્ડે તેમને ફરીથી કંપનીના CEO, પ્રમુખ અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેમના પર લાગેલા ગંભીર આરોપો અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ વચ્ચે બોર્ડે તપાસ હાથ ધરી હતી. બોર્ડે તેમની વાપસી માટે મંજૂરી આપી છે, જોકે તપાસ હજુ ચાલુ છે.

GTA 6 રમવા માટે લીધો હતો બ્રેક!

સોશિયલ મીડિયા યુઝર્સે મજાકમાં લખ્યું કે જેન્સન હુઆંગે GTA 6 રમવા માટે જ રાજીનામું આપ્યું હતું. કેટલાકે તો એવી મીમ બનાવી કે તેમણે રાજીનામું આપ્યું, આરામથી GTA 6 ગેમ પૂરી કરી અને હવે ફરી CEO બનીને ઓફિસમાં પાછા ફર્યા છે.

‘જેનસન ધ વ્હાઇટ’ અને WWE સ્ટાઈલમાં વાપસી

હુઆંગની વાપસીને લઈને અનેક પ્રકારની મીમ્સ વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર્સે તેમની સરખામણી ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ના Gandalf સાથે કરી છે, જ્યારે અન્ય લોકોએ WWEના રેસલર અંડરટેકરની સ્ટાઈલમાં તેમની વાપસી દર્શાવતી AI વીડિયો ક્લિપ્સ બનાવી છે.

ભારતીય યુઝર્સ પણ પાછળ રહ્યા નથી. તેમણે રજનીકાંતની ફિલ્મ ‘શિવાજી ધ બોસ’ના દૃશ્યો સાથે હુઆંગની ઓફિસમાં ધમાકેદાર એન્ટ્રી દર્શાવતી મીમ્સ બનાવી છે.

એલન મસ્કે પણ કર્યું સ્વાગત

એલન મસ્કે હુઆંગની વાપસી પર ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, ‘ભૂલ સુધારી લેવામાં આવી છે.’ બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ AIથી બનાવેલી એક મજેદાર તસવીર શેર કરીને હુઆંગની વાપસીને ચર્ચાનો વિષય બનાવી હતી.

આમ, એક તરફ NVIDIAમાં હુઆંગની વાપસીની ચર્ચા છે, તો બીજી તરફ GTA 6, WWE અને બોલિવૂડ સ્ટાઈલની મીમ્સે સોશિયલ મીડિયા પર મનોરંજનનો માહોલ ઊભો કર્યો છે.

Subscribe

Latest stories