HomeNationalજમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, કુલગામમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ આતંકી લતીફ ભટ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, કુલગામમાં લશ્કરનો મોસ્ટ વોન્ટેડ આતંકી લતીફ ભટ ઠાર

Date:

Related stories

રશિયામાં સૈન્ય વિમાન ભયાનક રીતે ક્રેશ, 19 લોકોનાં મોત; ટેકનિકલ ખામી હોવાની આશંકા

સાઇબેરિયા: રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ...

IPLમાંથી ધોનીની વિદાય! હવે ખેલાડી નહીં, CSKના મેન્ટર તરીકે સંભાળશે નવી જવાબદારી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના IPL કરિયરને...

ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટના: પુલ પરથી 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ, 10નાં મોત અને 26 ઘાયલ

ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે પર ગૂલર બજાર નજીક વહેલી સવારે અકસ્માત;...
spot_img

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરીને લશ્કર-એ-તૈયબાના મોસ્ટ વોન્ટેડ આતંકી લતીફ અહમદ ભટને ઠાર માર્યો છે. બુધવારે વહેલી સવારે કુલગામના ઝંગલપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

મળતી માહિતી અનુસાર, સુરક્ષાદળોને વિસ્તારમાં આતંકીની હાજરી અંગે ચોક્કસ બાતમી મળી હતી. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ દરમિયાન લતીફ ભટ એક મસ્જિદમાં છુપાયો હતો.

સુરક્ષાદળોએ તેને આત્મસમર્પણ કરવાની અનેક તક આપી હતી. કુલગામના SSP અનાયત અલી ચૌધરીએ વીડિયો કોલ અને ફોન દ્વારા પણ તેને સરેન્ડર કરવા સમજાવ્યો હતો. જોકે, આતંકીએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો અને સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં તેને ઠાર મારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, 11 નવેમ્બરે કુલગામમાં CRPF જવાનો પર થયેલા હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ હુમલામાં લતીફ ભટ અને તેના સાથી ઉમર નિસાર દરની સંડોવણી હોવાની આશંકા હતી. અગાઉ 16 નવેમ્બરે થયેલી અથડામણમાં તેનો સાથી ઉમર નિસાર દર પણ માર્યો ગયો હતો. આ કાર્યવાહીને સુરક્ષાદળો માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

Subscribe

Latest stories