HomeGujaratમાત્ર 8 દિવસમાં ‘રામાયણ’નો બોક્સ ઓફિસ પર ધમાકો! વિશ્વભરમાં ₹1,000 કરોડની કમાણી,...

માત્ર 8 દિવસમાં ‘રામાયણ’નો બોક્સ ઓફિસ પર ધમાકો! વિશ્વભરમાં ₹1,000 કરોડની કમાણી, ‘એનિમલ’ અને ‘પઠાણ’ને પણ પાછળ છોડ્યાં

Date:

Related stories

spot_img

બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ: રાઇઝ ઑફ અ લેજન્ડ’એ બોક્સ ઓફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સિનેમાઘરોમાં રિલીઝ થયાના માત્ર 8 દિવસમાં જ ફિલ્મે વિશ્વભરમાં ₹1,000 કરોડથી વધુની કમાણી કરીને 1000 કરોડ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. આ સાથે ફિલ્મ ભારતીય સિનેમાની 1000 કરોડ ક્લબમાં સ્થાન મેળવનારી 11મી ફિલ્મ બની છે.

ફિલ્મે ભારતમાં પણ શાનદાર કમાણી કરી છે. 12 નવેમ્બર એટલે કે રિલીઝના આઠમા દિવસે ફિલ્મે ભારતમાં ₹53.50 કરોડની નેટ કમાણી કરી હતી. આ સાથે ફિલ્મની કુલ ભારતીય નેટ કમાણી ₹564.60 કરોડ સુધી પહોંચી ગઈ છે. જ્યારે ભારતમાં ગ્રોસ કલેક્શન ₹675.05 કરોડ નોંધાયું છે.

‘એનિમલ’ અને ‘પઠાણ’ના રેકોર્ડ તૂટ્યા

‘રામાયણ’એ ભારતમાં કમાણીના મામલે રણબીર કપૂરની જ બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’ અને શાહરુખ ખાનની ‘પઠાણ’ને પાછળ છોડી દીધી છે. ‘એનિમલ’ની લાઇફટાઇમ ભારતીય કમાણી ₹556.36 કરોડ હતી, જ્યારે ‘પઠાણ’એ ₹544.28 કરોડની કમાણી કરી હતી. હવે ‘રામાયણ’એ માત્ર 8 દિવસમાં આ બંને ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

વિશ્વભરમાં ₹1,033 કરોડથી વધુની કમાણી

ફિલ્મે ભારતમાં ₹564.60 કરોડની નેટ કમાણી કરી છે, જ્યારે વિદેશી બજારમાંથી ₹358.50 કરોડની ગ્રોસ કમાણી મેળવી છે. આ સાથે ફિલ્મનું વિશ્વભરનું કુલ ગ્રોસ કલેક્શન ₹1,033.55 કરોડ થઈ ગયું છે. આ સિદ્ધિ સાથે ‘રામાયણ’ વિશ્વભરમાં ₹1,000 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી સૌથી ઝડપી ભારતીય ફિલ્મ બની છે. આ પહેલાં ‘પુષ્પા 2’ અને ‘ધુરંધર 2’એ માત્ર 7 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી.

આ કલાકારો મુખ્ય ભૂમિકામાં

નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રીરામની ભૂમિકામાં, સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકામાં અને યશ રાવણની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જ્યારે રવિ દુબે લક્ષ્મણની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મનો બીજો ભાગ દિવાળી 2028માં રિલીઝ થવાનો છે. તેમાં સની દેઓલ ભગવાન હનુમાનની ભૂમિકામાં જોવા મળશે.

Subscribe

Latest stories