અમેરિકાની અગ્રણી ટેક કંપની Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમના અંગત જીવનને લઈને વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ, જેન્સન હુઆંગના Nvidiaની બીજી મહિલા કર્મચારી સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હોવાની માહિતી સામે આવી છે. આ સાથે તેમના પર અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓ સાથે સંબંધ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, ત્રીજી મહિલા કર્મચારીની ઓળખ હજુ જાહેર કરવામાં આવી નથી.

અગાઉ પણ બે મહિલાઓ સાથે સંબંધના અહેવાલો આવ્યા હતા
આ વિવાદની શરૂઆત જેન્સન હુઆંગના એલિસ હુઆંગ નામની ચીની બિઝનેસવુમન સાથેના કથિત સંબંધોથી થઈ હતી. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને એલિસ હુઆંગ પર ચીન માટે જાસૂસી કરતી હોવાની શંકા હોવાનું અહેવાલોમાં જણાવાયું હતું. જોકે, ચીને આવા આરોપો નકારી કાઢ્યા છે.
ત્યારબાદ Nvidiaના હેલ્થકેર વિભાગનાં વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ સાથે પણ તેમના ઘનિષ્ઠ સંબંધ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે રોઇટર્સે બે સૂત્રોના હવાલાથી વધુ એક મહિલા કર્મચારી સાથેના સંબંધોનો દાવો કર્યો છે. આ મહિલાનું નામ કે કંપનીમાં તેમનું પદ જાહેર કરવામાં આવ્યું નથી.
33 વર્ષ જૂની કંપની સાથેનો સંબંધ તૂટ્યો
આ વિવાદ વચ્ચે 12 નવેમ્બર, 2026ના રોજ જેન્સન હુઆંગે Nvidiaના CEO, પ્રેસિડેન્ટ અને બોર્ડ મેમ્બર પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કંપની સાથે 33 વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું હતું. કંપનીના બોર્ડે CFO કૉલેટ ક્રેસને વચગાળાના CEO તરીકે જવાબદારી સોંપી છે. Nvidiaના બોર્ડે હુઆંગના રાજીનામા પાછળનું સત્તાવાર કારણ સ્પષ્ટ કર્યું નથી. બીજી તરફ, કંપનીએ તેમના યોગદાનની પ્રશંસા કરી છે.








