HomeBusinessનવા વર્ષમાં દેશ અને દુનિયાની આર્થિક, રાજકીય અને વેપારી દિશા કેવી રહેશે?

નવા વર્ષમાં દેશ અને દુનિયાની આર્થિક, રાજકીય અને વેપારી દિશા કેવી રહેશે?

Date:

Related stories

કાળી ચૌદશ 2026: મહત્વ, ધાર્મિક માન્યતા, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત જાણો

હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. દિવાળીના એક...

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...
spot_img

આ વર્ષ દરમિયાનમાં વ્યાપારની સમજ વિશે વાત કરીએ તો શેરબજારમાં નવેમ્બર 2026 માં અઘરા દિવસો જ રહેશે એ પછી ડિસેમ્બર 2026 માં થોડો સુધારો આવશે જાન્યુઆરી 2027 માં પણ તદ્દન મામૂલી સુધારવા આવશે એ પછી જૂન 2027 થી થોડો ઓર સુધારો આવશે અને આ સુધારો 6 જુલાઈ 2027 થી 14 ઓક્ટોબર 2027 સુધી રહેશે. ડિફેન્સ ના શેરોમાં, કેમિકલના અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના સ્ટોકમાં ડિસેમ્બર 2026 થી સુધારો દેખાશે. બેન્કિંગ સેક્ટરમાં અને ફાઇનાન્સના સ્ટોકમાં જુલાઈ 2027 થી સુધારો દેખાશે. એપ્રિલ 2027 થી હેલ્થ કેર અને મેડિસિનના સ્ટોકમાં સુધારો દેખાશે. સોફ્ટવેરના સ્ટોકમાં પણ સપ્ટેમ્બર 2027 માં સુધારો દેખાશે.
સોના ચાંદી વિશે વાત કરીએ તો ઓક્ટોબર 2026 થી એપ્રિલ 2027 ની વચ્ચે સોના ચાંદીમાં ભાવમાં ઘટાડો આવી શકે છે. વચ્ચે થોડા સમય માટે ભાવ વધે. એપ્રિલ સુધીમાં ફરી પાછા ભાવ ઘટી જાય. પરંતુ નોંધપાત્ર ફાયદો થાય અને ભાવ વધે એવી શક્યતા 25 એપ્રિલ 2027 પછી છે. અહીં નોંધપાત્ર એટલે કે વધારામાં વધારે ૨૦ ટકા કે ૩૦ ટકા સુધીનો જ વધારો આવશે. આ વર્ષ દરમિયાનમાં ચાંદી કરતા સોનામાં તેજી આવે એવી શક્યતા વધારે છે. જોકે બજારના નિયમ મુજબ સોનુ વધે તો એની પાછળ પાછળ ચાંદીમાં પણ વધારો થવાનો જ છે.
ટેક્સટાઇલ માર્કેટમાં પણ નવેમ્બર ડિસેમ્બર 2026માં અને જાન્યુઆરી 2027 માં મામુલી સુધારો થશે. એ પછી એપ્રિલથી ઓક્ટોબર 2027માં પણ થોડો થોડો સુધારો થતો રહેશે. October 2027 ખાસ કરીને ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટમાં સારું રહેશે આ સમય દરમિયાનમાં પ્લેટિનમના ભાવોમાં પણ વધારો થઈ શકે છે. કલર કેમિકલની લાઈન માટે માર્ચ અને એપ્રિલ 2027 આ બે મહિના ખૂબ જ અઘરા રહેશે. એ પછી ધીમે ધીમે સુધારો આવશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે પણ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો સારો છે. એ પછી એપ્રિલથી જૂન મહિનો પણ સારો છે અને ઓક્ટોબર મહિનો પણ સારો રહેશે. આ સમય દરમિયાનમાં એક બે સારા પિક્ચર આવે એવી શક્યતા છે.
2027 માં ઉતરાયણ પછી લોખંડના ભાવોમાં પણ વધારો થઈ શકે છે. લોખંડના ભાવ વધવાથી ટુ-વ્હીલર અને ફોરવીલરના ભાગોમાં પણ વધારો થઈ શકે છે. અહીં જૂન 2027 થી લોખંડ (સ્ટીલ)ના ભાવોમાં સ્થિરતા આવી શકે છે.
જુલાઈ ટુ ઓક્ટોબરમાં ઇલેક્ટ્રોનિક આઈટમ ના બજારમાં તેજી આવશે, ડિમાન્ડ વધશે અને ભાવમાં પણ વધારો થશે, ખાસ કરીને સપ્ટેમ્બર 2027 માં ઇલેક્ટ્રોનિક આઈટમમાં તેજીની સંભાવના છે.
બિલ્ડર લાઇનમાં ડિસેમ્બર 2026 થી જૂન 2027 સુધી થોડા ઘણા કામો થઈ શકે છે. ખાસ કરીને માર્ચ અને એપ્રિલ 2027 આ બે મહિના માટે ખૂબ જ અઘરા છે. એ પછી ધીમી ગતિએ સુધારો આવશે. જૂન 2027 થી શનિ મેષ રાશિમાં જવાથી બિલ્ડર લાઇનમાં થોડું અઘરું પડે એવી શક્યતા છે જેથી કરીને એ પહેલા કામકાજ વ્યવસ્થિત રીતે પૂરું કરવું સલાહ ભરેલું છે.
ભારત દેશની આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો ડિસેમ્બર 20૨6 થી આર્થિક રીતે સુધારો થશે અને જુલાઈ 2027 થી આર્થિક રીતે વધારે સુધારો થશે. અહીં માર્ચ-એપ્રિલ મહિનામાં અને જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આગ લાગવી , ટેરેરિસ્ટ એટેક કે બોર્ડર પર યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ શકે. પરંતુ કોઈ ગંભીર પરિસ્થિતિ દેખાતી નથી. અહીં નરેન્દ્ર મોદીની કુંડળીમાં પણ ઓગસ્ટ થી ઓક્ટોબર મહિનામાં થોડા અઘરા દિવસો છે.પરંતુ ઘણા વિદ્વાનોના મત પ્રમાણે એમને યુનિવર્સના આશીર્વાદ હોવાથી વાંધો આવે એવું લાગતું નથી.
રમત ગમત બાબતે પણ ભારત દેશનું પ્રદર્શન ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં થોડું ઘણું સારું રહેશે. એ પછી 24 જૂન 2027 પછી ભારતીય રમતવીરોનું પ્રદર્શન સારું રહેશે. 8 ઓક્ટોબર પછી વધુ સારું પ્રદર્શન રહેશે
ભારત અને ચીનના મુદ્દે પણ જૂન 2027 થી કંઈક સુધારો આવશે. પાકિસ્તાન બાબતે જોઈએ તો એમની આર્થિક સ્થિતિ ડિસેમ્બર 2026 થી એપ્રિલ 2027 ની વચ્ચે વધારે નબળી પડે એવી શક્યતા છે. અહીં મજબૂત પણે તો કહી શકાય એવું નથી પરંતુ માર્ચથી ઓક્ટોબરની વચ્ચે પાકિસ્તાનમાં મોટા રાજનીતિક ફેરફાર કે સરહદને સંબંધિત ફેરફાર થઈ શકે છે. અહીં આ સમયગાળામાં પાકિસ્તાનના ટુકડા પડે તો પણ નવાઈની વાત નથી. જુલાઈ 2027 થી શ્રીલંકાની સ્થિતિમાં તદ્દન મામુલી સ્થિરતા આવશે. બાંગ્લાદેશની પરિસ્થિતિ મેં 2027 સુધી થોડી કઠિન રહેશે. માર્ચ, એપ્રિલ બાંગ્લાદેશ માટે કઠિન દિવસો છે. અફઘાનિસ્તાન માટે પણ નવેમ્બર 2026 થી નવેમ્બર 2027 કઠિન સમય છે
અહીં પણ માર્ચ એપ્રિલ મહિનો
વધારે કઠિન રહેશે.
વર્લ્ડ વાઈડ જાન્યુઆરીથી ઓગસ્ટ સુધી નાના-મોટા છમકલા થયા કરશે.માર્ચ અને એપ્રિલ 2027 માં વર્લ્ડ વાઈડ ક્યાંક યુદ્ધ ફાટી નીકળે, આતંકવાદી હુમલો થાય અથવા ભૂકંપ થાય અથવા આગ લાગે એવી શક્યતા પણ છે.
આજકાલ યુવાપેઢીમાં વિદેશ ભણવા જવાનો ટ્રેન્ડ ચાલુ છે. મોટેભાગના લોકો કેનેડા જઈ રહ્યા છે. કેનેડા કન્ટ્રીની વાત કરીએ તો કેનેડામાં પણ ડિસેમ્બર 2026 થી નવેમ્બર 2027 માં ઘણા બધા કાયદાકીય અને રાજનીતિના ફેરફાર થઈ શકે છે પરંતુ જૂન 2027 થી વિઝા અંગેના કાયદાઓ હળવા થાય એવી શક્યતા છે.
દુનિયાની મહાસત્તા અમેરિકા માટે ખૂબ જ અઘરા દિવસો છે. નવેમ્બર 2026થી મેં 2027ની વચ્ચે અમેરિકાની સત્તામાં ફેરફારો થઈ શકે છે. કાયદાકીય ફેરફાર થઈ શકે છે. અમેરિકન શેર બજારમાં મંદી આવી શકે છે અને આખા દેશમાં આર્થિક મંદી આવે એવી શક્યતા છે. એની અસર આખા વિશ્વ પર પડે એવું લાગે છે. ઈરાન અને અમેરિકાનો યુદ્ધનો જે મુદ્દો છે એ બાબતે માર્ચ અને એપ્રિલ 2027 માં પરિસ્થિતિ વધારે બગડી શકે છે અને જુનથી ઓક્ટોબર 2027 માં ઈરાન માટે અઘરા દિવસો સાબિત થઈ શકે છે.

Subscribe

Latest stories