HomeInternationalસ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, ઓછામાં ઓછા 39નાં મોત; એક...

સ્પેનમાં બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, ઓછામાં ઓછા 39નાં મોત; એક જ વર્ષમાં બીજી મોટી દુર્ઘટના

Date:

Related stories

Video : ચક્રવાત ‘અર્નબ’નો આંધ્રપ્રદેશના દરિયાકાંઠે કહેર, 150 કિમીની ઝડપે પવન ફૂંકાયો; અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બુધવારે વહેલી સવારે ‘અર્નબ’ વાવાઝોડું ત્રાટક્યું હતું....

અભિષેક શર્માની તોફાની સદીથી ભારતનો ધમાકેદાર વિજય, ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં...
spot_img

સ્પેનના ટોલેડો પ્રાંતમાં બુધવારે સવારે બે હાઈસ્પીડ ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર થતાં ઓછામાં ઓછા 39 લોકોનાં મોત થયાં છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનનાં બે ડબ્બા પાટા પરથી ઉતરીને ઢાળ પર ગબડી પડ્યા હતા. દુર્ઘટના બાદ મેડ્રિડ, સિઉદાદ રિયલ અને એન્ડાલુસિયા રૂટ પર ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી.

એક જ દિશામાં જઈ રહી હતી બંને ટ્રેનો

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બંને ટ્રેનો એક જ દિશામાં જઈ રહી હતી. આ દરમિયાન એક ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ હતી, જેના કારણે તેના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટના બુધવારે સવારે સ્થાનિક સમય અનુસાર લગભગ 9 વાગ્યે ટોલેડો પ્રાંતના લોસ યેબેનેસ અને ઉર્ડા શહેરો વચ્ચે બની હતી.

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટમાં તેમણે જણાવ્યું કે ટોલેડોમાં થયેલી ગંભીર ટ્રેન દુર્ઘટનાથી તેઓ સ્તબ્ધ છે અને પીડિત પરિવારો પ્રત્યે એકતા વ્યક્ત કરે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં પણ થયો હતો મોટો ટ્રેન અકસ્માત

સ્પેનમાં આ વર્ષે બીજી મોટી ટ્રેન દુર્ઘટના થયાનો અહેવાલ સામે આવ્યો છે. અગાઉ 18 જાન્યુઆરીએ દક્ષિણ સ્પેનમાં બે ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં 45 લોકોનાં મોત થયાં હતાં અને 170 લોકો ઘાયલ થયા હતા.

તે સમયે ઇરિયો (Iryo) કંપનીની મેડ્રિડ જઈ રહેલી ટ્રેન પાટા પરથી ઉતરીને સામેના ટ્રેક પર આવી ગઈ હતી. આ ટ્રેનમાં આશરે 300 મુસાફરો સવાર હતા. દરમિયાન મેડ્રિડથી હુએલ્વા જઈ રહેલી બીજી ટ્રેન ત્યાંથી પસાર થતાં બંને ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી. બીજી ટ્રેનમાં આશરે 200 મુસાફરો સવાર હતા.

Subscribe

Latest stories