HomeInternationalVideo : ફિલિપાઈન્સમાં ભયાનક વિમાન દુર્ઘટના, તાલીમ દરમિયાન બે સૈન્ય વિમાનો હવામાં...

Video : ફિલિપાઈન્સમાં ભયાનક વિમાન દુર્ઘટના, તાલીમ દરમિયાન બે સૈન્ય વિમાનો હવામાં અથડાયાં, 4 પાયલટનાં મોત

Date:

Related stories

IND vs NZ: તિલક વર્મા અને નીતિશ રેડ્ડીની ધમાકેદાર બેટિંગ, ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં શાનદાર...

₹475 કરોડની ‘ફેન્ટસી બ્રા’ સાથે કાઇલી જેનરે કર્યું રેમ્પ વૉક, વીડિયો થયો વાયરલ !

વિક્ટોરિયા સિક્રેટના ફેશન શોમાં 8 વર્ષ બાદ પરત ફરેલી...
spot_img

ફિલિપાઈન્સમાં સૈન્ય વિમાનો સાથે સંકળાયેલી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. અહીં તાલીમ ઉડાન દરમિયાન બે સૈન્ય વિમાનો ક્રેશ થતાં ચાર પાયલટનાં મોત નીપજ્યાં છે. ફિલિપાઈન્સ એરફોર્સે શનિવારે, 24 ઑક્ટોબરે આ દુર્ઘટનાની પુષ્ટિ કરી હતી. આ અકસ્માત શુક્રવારે બપોરે મનીલાની દક્ષિણે આવેલા ફર્નાન્ડો એર બેઝ પર સર્જાયો હતો.

તાલીમ દરમિયાન બંને વિમાનો ક્રેશ થયાં

મળતી માહિતી અનુસાર, ફિલિપાઈન્સ એરફોર્સનાં બે SF-260 ટ્રેનર વિમાનો તાલીમ ઉડાન પર હતાં. આ દરમિયાન બંને વિમાનો હવામાં અથડાયાં હોવાના અહેવાલ છે. ત્યારબાદ બંને વિમાનો એર બેઝની અંદર જ તૂટી પડ્યાં હતાં. આ દુર્ઘટનામાં બંને વિમાનોમાં સવાર ચારેય પાયલટનાં મોત થયાં હતાં.

ફિલિપાઈન્સ એરફોર્સના પ્રવક્તા કર્નલ એલ્વિન કેપિંગુઆને જણાવ્યું હતું કે બંને વિમાનો એર બેઝની હદમાં જ ક્રેશ થયાં હતાં અને આ ઘટનામાં અન્ય કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ

આ ભયાનક અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સાવચેતીના પગલારૂપે ફિલિપાઈન્સ એરફોર્સે પોતાના તમામ SF-260 વિમાનોની ઉડાન પર અસ્થાયી રોક લગાવી દીધી છે. તપાસ પૂર્ણ થયા બાદ દુર્ઘટનાની વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

અગાઉ પણ થઈ ચૂક્યા છે આવા અકસ્માત

ફિલિપાઈન્સમાં સૈન્ય વિમાનો સાથે સંકળાયેલી દુર્ઘટનાઓ અગાઉ પણ બની ચૂકી છે. આ વર્ષે મે મહિનામાં ઉત્તરી ફિલિપાઈન્સના બેંગ્વેટ પ્રાંતમાં તાલીમ ઉડાન દરમિયાન SF-260 વિમાન ક્રેશ થયું હતું, જેમાં બે પાયલટનાં મોત થયાં હતાં. વર્ષ 2023માં પણ તાલીમ દરમિયાન SF-260 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં બે ક્રૂ સભ્યોનાં મોત થયાં હતાં.

હાલમાં ચાર પાયલટનાં મોતની આ ઘટનાએ ફરી એકવાર સૈન્ય વિમાનોની તાલીમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા કર્યા છે. જોકે, તાજેતરની દુર્ઘટનાનું સત્તાવાર કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

Subscribe

Latest stories