HomeGujaratસુરત કોર્ટના દરવાજા પર વકીલોનો વિરોધ, હાઇકોર્ટના નવા પરિપત્રે મચાવ્યો વિવાદ

સુરત કોર્ટના દરવાજા પર વકીલોનો વિરોધ, હાઇકોર્ટના નવા પરિપત્રે મચાવ્યો વિવાદ

Date:

Related stories

UPI પર ચાર્જની આહટથી સુરતના કાપડ વેપારીઓએ કેશ અને ચેક તરફ વળવાની ચેતવણી આપી!

ડિજિટલ પેમેન્ટે વેપારની ગતિ અનેકગણી વધારી દીધી છે, પરંતુ...

ગાંધીનગર મનપા ચૂંટણી: 44 ટિકિટ માટે પસંદગી પ્રક્રિયા શરૂ; આ 3 નિરીક્ષકો સાંભળશે વાત

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટેનો સમયપત્રક જાહેર થતાં જ હવે...

બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ માટે આશાની નવી કિરણ: આ દવાથી 3 વર્ષ સુધી વધી શકે છે જિંદગી

ઇંગ્લેન્ડમાં 'HER2-લો એડવાન્સ્ડ બ્રેસ્ટ કેન્સર' (સ્તન કેન્સર) સામે લડી...

અહમદનગરની ગલીઓથી સ્વીડનની સંસદ સુધી, કોણ છે નીલા વિખે પાટીલ?

અહમદનગરની ગલીઓમાં બાળપણ વિતાવનાર એક યુવતી આજે સ્વીડનની 349...
spot_img

ગુજરાતની અદાલતોમાં છેલ્લા કેટલાક દિવસોથી અનોખી સ્થિતિ સર્જાઈ છે. હાઇકોર્ટ દ્વારા કોર્ટમાં દાખલ થતી અરજીઓ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફૉન્ટ-ફોર્મેટ ફરજિયાત બનાવવાના નવા નિયમો અમલમાં આવ્યા બાદ રાજ્યભરના વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો છે. પરિણામે અનેક જિલ્લા અદાલતોમાં વકીલો હડતાળ પર ઊતરી ગયા છે, જેના કારણે સામાન્ય નાગરિકો અને કેસના પક્ષકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાઇકોર્ટના એપ્રિલ 2026ના પરિપત્ર મુજબ 1 ઓગસ્ટથી તમામ અરજીઓ, શપથપત્રો અને અન્ય દસ્તાવેજો કમ્પ્યુટર પર ટાઇપ કરેલા અને નિર્ધારિત ફૉન્ટ તથા ફૉન્ટ સાઇઝમાં જ સ્વીકારવાના નિયમો અમલમાં આવ્યા છે. ગુજરાતી માટે Lohit Gujarati, Noto Sans Gujarati અથવા Noto Serif Gujarati ફૉન્ટ તથા અંગ્રેજી માટે Times New Romanનો ઉપયોગ ફરજિયાત રાખવામાં આવ્યો છે. સાથે જ 75 GSMના A4 પેપર અને ચોક્કસ માર્જિનનું પણ પાલન કરવાનું રહેશે.

વકીલ સંગઠનોનું કહેવું છે કે તેઓ ડિજિટાઇઝેશનના વિરોધમાં નથી, પરંતુ રાજ્યના ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં હજુ પૂરતી ટેક્નિકલ સુવિધાઓ ઉપલબ્ધ નથી. ઘણા વકીલો હજુ ટાઇપિસ્ટ પર નિર્ભર છે અને તાત્કાલિક અરજીઓમાં હસ્તલિખિત દસ્તાવેજોની જરૂરિયાત રહેતી હોવાથી નવા નિયમો વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી કરે છે.

સુરતમાં પણ આ મુદ્દે વકીલોએ બે દિવસની હડતાળ શરૂ કરી છે. મોટી સંખ્યામાં વકીલો જિલ્લા કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર પર ભેગા થયા છે, જેના કારણે કોર્ટની કામગીરી પર સીધી અસર પડી છે. જામીન અરજી, સોગંદનામા અને અન્ય મહત્વપૂર્ણ કેસોની સુનાવણી માટે આવેલા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પણ કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવી છે.

બીજી તરફ, ગુજરાત બાર કાઉન્સિલે મુખ્ય ન્યાયમૂર્તિને રજૂઆત કરીને નવા નિયમોના અમલને હાલ માટે સ્થગિત રાખવા, રાજ્યભરમાં જરૂરી ડિજિટલ માળખું ઉપલબ્ધ થાય ત્યાં સુધી છ મહિનાનો સંક્રમણ સમય આપવા તેમજ ટ્રાયલ કોર્ટોમાં હાલના ફૉન્ટ, લીગલ સાઇઝ પેપર અને તાત્કાલિક કેસોમાં હસ્તલિખિત અરજીઓને મંજૂરી આપવાની માંગ કરી છે. હવે હાઇકોર્ટ આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર રાજ્યભરના વકીલો અને ન્યાયિક કામગીરીની નજર ટકેલી છે.

Subscribe

Latest stories