HomeGujaratરાજસ્થાનથી સુરત આવતી બસનો વડોદરામાં અકસ્માત, 9 વર્ષના બાળક સહિત 6નાં મોત

રાજસ્થાનથી સુરત આવતી બસનો વડોદરામાં અકસ્માત, 9 વર્ષના બાળક સહિત 6નાં મોત

Date:

Related stories

કબ્રસ્તાન પાસે ખાડીમાંથી મળ્યો નવજાત બાળકીનો મૃતદેહ, સચિન પોલીસ સામે મોટો સવાલ!

માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક અત્યંત...

ઓનલાઈન ગ્રોસરી ઓર્ડર કરતાં પહેલાં સાવધાન! સુરતમાં Zepto પર SMCનો સપાટો

સુરતમાં 10 મિનિટની ક્વિક ડિલિવરી પાછળ ખાદ્યસામાનની ગુણવત્તા અંગે...

સાધુનો વેશ ધરી ઝડપાયેલો વાંસદા લૂંટનો મુખ્ય સૂત્રધાર હોસ્પિટલમાંથી ફરી ફરાર

વાંસદાની ચર્ચિત આંગડિયા લૂંટ કેસના મુખ્ય આરોપી રાજારામ ઉર્ફે...

જાણો બાપ્પાના મોદક પાછળ છુપાયેલી 2,000 વર્ષ જૂની વાર્તા!

ગણેશોત્સવ આવે એટલે બાપ્પાની મૂર્તિ સાથે સૌથી પહેલાં જે...

સુપ્રીમ કોર્ટે દારૂબંધીના ગણાવ્યા 5 મોટા ગેરફાયદા, પૂછ્યું- ‘આનાથી શું હાંસલ થયું?’

દારૂબંધીની અસરકારકતા અંગે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે તેના અમલ...
spot_img

વડોદરા શહેરના કોટમબી સ્ટેડિયમ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6ના મોત થયા છે અને 31 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજસ્થાનના બાસવાડાથી સુરત જતી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે આગળ ઊભી રહેલી ટ્રકને ટક્કર મારી હતી. અકસ્માતમાં અનેક મુસાફરો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી.

ઘટનાસ્થળે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. SDRF, NDRF અને વડોદરા ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અકસ્માતના કારણે વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.

અકસ્માતની જાણ થતાં જ વડોદરા પોલીસ, ફાયર ફાઇટરની ટીમ સહિત NDRF અને SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બસની બોડી કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા ભારે જહેમત બાદ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી અત્યાર સુધીમાં કેટલાક મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયા છે, જ્યારે હજુ પણ બચાવ કામગીરી સતત ચાલુ છે.

તમામ 26 જેટલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ગંભીરતાને જોતાં હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડના બેડ ઇજાગ્રસ્તોથી ઉભરાઈ ગયા છે. હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 5 લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે વડોદરા પાલિકાના ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ પણ તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવાર અંગે તબીબો સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તો પૈકી કેટલાક મુસાફરોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી મોતના આંકડામાં હજુ પણ વધારો થવાની આશંકા સેવાઈ રહી છે.

કોટમ્બી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ

આ ભયાનક અકસ્માતને પગલે કોટમ્બી અને મછલીપૂરા વિસ્તારના હાઈવે પર ભારે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત વાહનો અને બચાવ કામગીરીને કારણે હાઈવે પર કિલોમીટરો લાંબો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વાહનોને ડાયવર્ટ કરી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે. ઉપરી અધિકારીઓ સહિતનો કાફલો હાલ ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે વ્યવસ્થા જાળવવામાં જોતરાયો છે.

Subscribe

Latest stories

spot_img