HomeNationalએર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, અમેરિકા જતું વિમાન પાછું દિલ્હી...

એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, અમેરિકા જતું વિમાન પાછું દિલ્હી ડાયવર્ટ

Date:

Related stories

સપ્તાહના અંતે કોનું ભાગ્ય ખૂલશે? ૨૭ સપ્ટેમ્બરનું મેષથી મીન સુધીનું રાશિફળ વાંચો

૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટે ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો, કબડ્ડીમાં પુરુષ ટીમે જીત્યું ગોલ્ડ મેડલ

એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં દેશના...

2027 વર્લ્ડ કપ જ બનશે વિરાટનો અંતિમ મહાસંગ્રામ? સામે આવી મોટી વાત

ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા...

બાપ્પાની વિદાય વચ્ચે તેલંગાણામાં માતમ! ગણેશ વિસર્જન દરમિયાન આટલા લોકોના મોત અને આટલા લોકો ઈજાગ્રસ્ત

તેલંગાણામાં ગણેશોત્સવની ભક્તિ અને વિસર્જનના ઉત્સવ વચ્ચે અનેક પરિવારો...
spot_img

એર ઈન્ડિયાનું વધુ એક વિમાન ટેક્નિકલ ખામીના કારણે ચર્ચામાં આવ્યું છે. ભારતથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જતી ફ્લાઇટમાં ઉડાન દરમિયાન ટેક્નિકલ સમસ્યા સર્જાતા વિમાનને તાત્કાલિક દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું. આ ઘટનાના કારણે વિમાનમાં સવાર અંદાજે 230 મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને લગભગ આઠ કલાક સુધી મુસાફરો ચિંતામાં રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બોઇંગ 777-300 ER વિમાન દ્વારા સંચાલિત ફ્લાઇટ Al173, લગભગ 230 મુસાફરોને લઈને જઈ રહી હતી, જ્યારે તેને માનક સલામતી પ્રક્રિયાઓ અનુસાર રાષ્ટ્રીય રાજધાની પરત ફરવાની ફરજ પડી હતી.

ભારતથી અમેરિકા જઈ રહેલા એર ઈન્ડિયાના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. સમાચાર એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે વિમાન આઠ કલાકથી વધુ સમય સુધી હવામાં રહ્યા બાદ દિલ્હી પરત ફર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલા આ વિમાનમાં અંદાજે 230 મુસાફરો સવાર હતા. બુધવારે સવારે ટેક્નિકલ ખામીની જાણ થતાં જ વિમાનને રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ પરત ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ મામલે એર ઈન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

એર ઈન્ડિયા, IGI એરપોર્ટ અને DGCAના નિવેદનની રાહ
પ્રારંભિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં ખામીની જાણ થતાં જ પાયલટ્સે ફ્લાઇટને દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) તરફ ડાયવર્ટ કરી હતી. હાલમાં એરલાઈન કંપની, એરપોર્ટ મેનેજમેન્ટ અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

Subscribe

Latest stories