HomeInternationalઅમેરિકામાં રહસ્યમય પદાર્થનો આતંક: એક જ ઘરમાં 3 લોકોના મોત, બચાવકર્મીઓ પણ...

અમેરિકામાં રહસ્યમય પદાર્થનો આતંક: એક જ ઘરમાં 3 લોકોના મોત, બચાવકર્મીઓ પણ ચપેટમાં

Date:

Related stories

કાળી ચૌદશ 2026: મહત્વ, ધાર્મિક માન્યતા, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત જાણો

હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. દિવાળીના એક...

પંજાબમાં કર્મભૂમિ એક્સપ્રેસના ચાર ડબ્બામાં ભીષણ આગ, મુસાફરોમાં મચી અફરાતફરી

પંજાબમાં શુક્રવારે (6 નવેમ્બર) કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગવાની...
spot_img

અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં એક રહસ્યમય પદાર્થના સંપર્કમાં આવવાને કારણે લોકોની તબિયત બગડવાની ઘટના સામે આવી છે. સંદિગ્ધ ડ્રગ ઓવરડોઝની માહિતી મળ્યા બાદ એક ઘરમાં પહોંચેલા રાહત અને બચાવકર્મીઓ સહિત અનેક લોકો બીમાર પડી ગયા હતા. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ‘ફર્સ્ટ રિસ્પોન્ડર્સ’ને હોસ્પિટલમાં દાખલ કરી તપાસ અને ડી-કન્ટામિનેશન પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યા હતા. ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, અલ્બુકર્ક શહેરના પૂર્વમાં આવેલા ગ્રામ્ય વિસ્તાર માઉન્ટેનએરના એક ઘરમાં 4 લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે તેમાંના 3 લોકોના મોત થયા હતા, જ્યારે ચોથા વ્યક્તિની અલ્બુકર્કની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે પહોંચેલા ઘણા રાહતકર્મીઓ પણ કોઈ અજાણ્યા પદાર્થના સંપર્કમાં આવી ગયા હતા, જેના કારણે તેમને ઊલટી, ચક્કર અને નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલના અધિકારીઓએ પુષ્ટિ કરી કે અજાણ્યા પદાર્થના સંપર્કમાં આવેલા કુલ 23 લોકોની તપાસ કરવામાં આવી અને તેમને ડી-કન્ટામિનેશન પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યા. તેમાં મોટા ભાગે ફર્સ્ટ રિસ્પોન્ડર્સ હતા, જેમને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે મોટાભાગના લોકોમાં ગંભીર લક્ષણો જોવા મળ્યા નહોતા અને બાદમાં તેમને રજા આપી દેવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે બુધવાર સાંજ સુધી 3 દર્દીઓની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. બીજી તરફ, ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસના અધિકારી વિલ્સન સિલ્વરે જણાવ્યું કે 2 રાહતકર્મીઓની હાલત ગંભીર છે. ઘટના બાદ અલ્બુકર્ક ફાયર રેસ્ક્યૂની હેઝમેટ ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. ટીમ તે અજાણ્યા પદાર્થની ઓળખ કરવામાં લાગી છે, જેના કારણે આ સ્થિતિ ઊભી થઈ.

અધિકારી વિલ્સન સિલ્વરે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં માનવામાં આવી રહ્યું છે કે આ પદાર્થ સંપર્કમાં આવવાથી ફેલાય છે અને હાલમાં તેને હવામાંથી ફેલાતો માનવામાં આવતો નથી. ઘટનાસ્થળ આસપાસ સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. પોલીસે ઘર તરફ જતો કાચો રસ્તો બંધ કરી દીધો છે અને સમગ્ર વિસ્તારને પીળી ચેતવણી ટેપથી ઘેરી દેવાયો છે. માઉન્ટેનએરના મેયર પીટર નીતોએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે પ્રાથમિક સંકેતો મુજબ આ ઘટનાના પાછળ ડ્રગ્સ કારણભૂત હોઈ શકે છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ સામાન્ય જનતા માટે કોઈ જોખમ નથી.

ઘટના બાદ સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર વિસ્તારમાં વધતા નશા અને માદક પદાર્થોના ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. લોકોએ સમાજમાં ફેલાતી નશાની સમસ્યા પર નારાજગી પણ દર્શાવી હતી. મેયર પીટર નીતોએ જણાવ્યું કે શહેરના પોલીસ અધિકારીઓ અને રાહતકર્મીઓ દરરોજ લોકોની સુરક્ષા માટે મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે. તેમણે કહ્યું, “નશા અને માદક પદાર્થોની લત માત્ર આપણા શહેરની નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશ માટે ગંભીર સમસ્યા બની ગઈ છે. તેનો કોઈ સરળ અને તાત્કાલિક ઉકેલ નથી.”

Subscribe

Latest stories