HomeSurat Cityસુરતમાં રખડતા કૂતરાનો આતંક: માસૂમ બાળકને બચકું ભરી ગાલમાંથી માંસનો લોચો કાઢી...

સુરતમાં રખડતા કૂતરાનો આતંક: માસૂમ બાળકને બચકું ભરી ગાલમાંથી માંસનો લોચો કાઢી નાખ્યો

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક દિવસેને દિવસે ભયાનક બનતો જઈ રહ્યો છે. લિંબાયત વિસ્તારમાં બાળકો પર થયેલા હુમલાના CCTV વીડિયો વાયરલ થયા બાદ 24 કલાકમાં જ પીપોદરા વિસ્તારમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક હડકાયા કૂતરાએ અઢી વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેના ગાલ પર ગંભીર ઈજા પહોંચાડી છે.

સુરતના પીપોદરા ખાતે આવેલી એક ફેકટરીમાં મજૂરી કામ કરતા એક યુવકનો અઢી વર્ષનો દીકરો ફેક્ટરીની અંદર રૂમ પાસે રમતો હતો. તે વખતે એક હડકાયા કૂતરાએ હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકના ગાલે એટલું ભયાનક બચકું ભર્યું હતું કે ત્યાંથી માસૂમનો માંસનો લોચો નીકળી ગયો હતો.

ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બાળકના ચહેરા પર ગંભીર ઈજા થતાં પરિવારજનોમાં ભય અને ચિંતા છવાઈ ગઈ હતી. જે કૂતરાએ હુમલો કર્યો તે હડકાયું હોવાની શંકા છે, જેના કારણે પરિવાર વધુ ભયમાં મુકાયો હતો.

સૂત્રો મુજબ, આ વર્ષે શહેરમાં ડોગ બાઈટના જાન્યુઆરીમાં 1148 કેસ, ફેબ્રુઆરીમાં 974 કેસ, માર્ચમાં 1136 કેસ, એપ્રિલમાં 1026 કેસ અને ચાલુ મહિને અત્યાર સુધીમાં 570થી વધુ કેસ નોંધાયા છે. આ પહેલા લિંબાયત વિસ્તારનો વીડિયો વાયરલ થયો હતો. અચાનક જ 3થી 4 હિંસક શ્વાન ભસતા-ભસતા ધસી આવ્યા હતા અને રમી રહેલા બાળકો પર હિચકારો હુમલો કર્યો હતો. કૂતરાઓને પોતાની તરફ આવતા જોઈ બાળકો જીવ બચાવવા ભાગ્યા હતા, પરંતુ એક હિંસક શ્વાન દોડીને આવ્યો હતો એક બાળકનો હાથ પકડી લીધો હતો.

Subscribe

Latest stories

spot_img