HomeSurat Cityસુરત પોલીસ કમિશનરનો કડક એક્શન: પુણા PI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ

સુરત પોલીસ કમિશનરનો કડક એક્શન: પુણા PI સસ્પેન્ડ, પોલીસ બેડામાં ખળભળાટ

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...

₹10 હજારમાં 10 વર્ષની જિમ મેમ્બરશિપ! અમદાવાદમાં ગ્રાહકો સાથે આટલા કરોડની કથિત ઠગાઈ

અમદાવાદમાં જિમની મેમ્બરશિપ લેવા આવેલા લોકો માટે એક એવી...
spot_img

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત હાલમાં એક્શન મૂડમાં જોવા મળી રહ્યા છે. પુણા પોલીસ મથકની હદમાં સ્થાનિક પોલીસની નજર સામે જ ચાલી રહેલા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બે વખત સફળ રેડ કરવામાં આવી હતી. આ મામલાને ગંભીર બેદરકારી ગણાવી પોલીસ કમિશનરે પુણા પોલીસ મથકના PI વી.એમ. દેસાઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી નવી નિમણૂક મુજબ, હવે પુણા પોલીસ મથકનો ચાર્જ ટ્રાફિક શાખાના PI સી.બી. ચૌધરીને સોંપવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની નાક નીચે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં આ કડક પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે અનુપમસિંહ ગેહલોત છેલ્લા બે વર્ષથી સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જોકે તેમના કાર્યકાળ દરમિયાન કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીને સીધા સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય એવો આ પહેલો કિસ્સો છે. સામાન્ય રીતે આવી બેદરકારીના કેસોમાં માત્ર બદલીની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે સીધા સસ્પેન્શનના નિર્ણયથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પોલીસ કમિશનરના આકરા વલણ બાદ સુરત પોલીસ વિભાગમાં હાલ ભારે ચર્ચાનો માહોલ છે. લાંચિયા અને બેદરકાર અધિકારીઓ માટે આ કાર્યવાહી ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે.

Subscribe

Latest stories

spot_img