Friday, May 8, 2026

શુભેન્દુ અધિકારી બનશે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી, કાલે સવારે 11 વાગ્યે થશે શપથ ગ્રહણ

1 Min Read

પશ્ચિમ બંગાળમાં ભાજપે નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારીના નામ પર મહોર મારી દીધી છે. આજે (8 મે) યોજાયેલી ભાજપ વિધાનમંડળ દળની બેઠકમાં તેમના નામની સત્તાવાર પસંદગી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બેઠક દરમિયાન કેન્દ્રીય નિરીક્ષ અમિત શાહ અને વરિષ્ઠ નેતાઓની હાજરીમાં આ નિર્ણય લેવાયો હતો.

ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવ્યા બાદ શુભેન્દુ અધિકારી ભાજપના બંગાળમાં સૌથી પ્રભાવશાળી ચહેરા તરીકે ઉભરી આવ્યા હતા. વિધાનસભામાં આક્રમક વિરોધી નેતા તરીકેની તેમની ભૂમિકા અને સંગઠન પરની મજબૂત પકડને ધ્યાનમાં રાખીને પાર્ટીએ આખરે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભાજપના ઐતિહાસિક વિજય બાદ હવે શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. 9 મેના રોજ રવીન્દ્રનાથ ટાગોર જયંતી પર શપથ સમારોહ યોજવામાં આવશે, જેમાં વડા પ્રધાન મોદી સહિત NDAના અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે.

Share This Article