Monday, Apr 13, 2026

મહારાષ્ટ્ર અકસ્માત: થાણેમાં પુલ પર સિમેન્ટ મિક્સર સાથે વાન અથડાઈ, ૧૧ના મોત, ૨ ઘાયલ

1 Min Read

સોમવારે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં 11 લોકોનાં મોત થયા છે અને બે લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત પુલ પર સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે અથડામણ થતાં થયો હતો. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

અકસાર બાદ ઘટનાસ્થળે પોલીસ દ્વારા બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે પુલ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બચાવ ટીમો અને તબીબી ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહોને બહાર કાઢવાની તેમજ ઘાયલોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આ અકસ્માત સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે મુરબાડ તાલુકાના ગોવિલી ગામ નજીક રાયતા પુલ પર થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, વાન વિરુદ્ધ દિશામાંથી આવતા સિમેન્ટ મિક્સર સાથે સામસામે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે વાનમાં સવાર ઓછામાં ઓછા ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, વધુ ઝડપ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે.

Share This Article