HomeGujaratભાજપની યાદી જાહેર: પાટણ-નર્મદામાં ટિકિટ વિતરણ, 14 મુસ્લિમ ઉમેદવારોને મોકો

ભાજપની યાદી જાહેર: પાટણ-નર્મદામાં ટિકિટ વિતરણ, 14 મુસ્લિમ ઉમેદવારોને મોકો

Date:

Related stories

૨૩ સપ્ટેમ્બરનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ખુલશે કમાણી અને સફળતાના નવા રસ્તા?

૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

૧૫ દિવસની મહેનત અને ૫૦,૦૦૦ સિક્કાઓથી કેવી રીતે તૈયાર થઈ આ ગણેશજીની પ્રતિમા?

શું તમે ક્યારેય 50,000 અસલી સિક્કાઓથી બનેલી ભગવાન ગણેશજીની...

ગરબા રમવા પાર્ટનર પણ હવે ભાડે? સોશિયલ મીડિયાની આ ઓફર પાછળ શું છે મોટો ખેલ?

નવરાત્રીના પવિત્ર અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર...

સ્મૃતિ મંધાનાએ આટલા આંતરરાષ્ટ્રીય રન સાથે રચ્યો ઈતિહાસ!

એશિયન ગેમ્સ 2026ની ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય મહિલા ટીમની...

સાંજે આટલા વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં ધમાકો કરશે મેઘરાજ!

ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, છતાં મેઘરાજાએ હજુ...
spot_img

પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા પણ ઉમેદવારોની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે, આવતીકાલે (11 એપ્રિલે) ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હોવા છતા ભાજપ-કોંગ્રેસના 17 હજારથી વધુ ઉમેદવારોના નામની જાહેરાત થવાની બાકી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવી છે. બપોર સુધીમાં તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આજે ભાજપે વિરમગામ અને ધોળકા નગરપાલિકાના 72 ઉમેદવારો જાહેર કર્યા છે. સાથે જ વિરમગામ પંચાયતના 20, ધોલેરા તાલુકા પંચાયતમાં 16, બાવળા તાલુકા પંચાયતમાં 18, માંડલ તાલુકા પંચાયતમાં 16, ધંધુકા તાલુકા પંચાયતના 16, ધોળકા તાલુકા પંચાયતમાં 22, દસક્રોઈ તાલુકા પંચાયતમાં 28, દેત્રોજ તાલુકા પંચાયતમાં 16 અને સાંણદ તાલુકા પંચાયતમાં 24 ઉમેદવારો જાહેર કર્યા છે.

અમદાવાદના પાલડીમાં કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવાર પર વિવાદ ઉભો કરનાર ભાજપે બીજી યાદીમાં 14 મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે. જેમાં ધોળકા નગરપાલિકામાં 8, વિરમગામ નગરપાલિકામાં 3, વિરમગામ તા.પંચાયતમાં 1, ધંધુકા તા.પંચાયતમાં 1 અને સાણંદ તા.પંચાયતમાં 1 મુસ્લિમ ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે.

Subscribe

Latest stories