આજે 16 ફેબ્રુઆરીના સવારમાં ગુજરાતની 24 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની 10 અને અમદાવાદની 14 સ્કૂલ અને નિરમા યુનિવર્સિટીને બોમ્બની ધમકી ભર્યો મેલ મળ્યો છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. લખ્યું-ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે.
સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી ગઈ છે. હાલ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે વડોદરાની ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. અન્ય સ્કૂલોને પણ ધમકી મળ્યાં આશંકા છે.
વડોદરાની 10 સ્કૂલ
- ડી. આર. અમીન, વાસણા રોડ
- ઉર્મી, સમાસાવલી
- નાલંદા, વાઘોડિયા રોડબ
- રોડા હાઈસ્કુલ, બગીખાના
- નવયુગ, સમા
- જીવન સાધના, નાઘરવાડા
- AWS, ડભોઇ
- શાનેન, ખોડિયારનગર
- GPS સ્કૂલ, વાઘોડિયા
- બ્રાઈટ ડે સ્કૂલ, વાસણા
અમદાવાદની 14 સ્કૂલ
- DAV ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા
- એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર
- એ વન સ્કૂલ, સેટેલાઇટ
- અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર
- સંત કબીર, નવરંગપુરા
- સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગર
- તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ બોપલ
- SGVP સ્કૂલએ.જી હાઈસ્કુલ નવરંગપુરા
- જે.જી ઇન્ટરનેશનલ સ્કૂલદિવાન બલ્લુભાઈસી.એન વિધાલય
- વિજયનગર સ્કૂલખાલસા લિટલ સ્કૂલ બાપુનગર
- અમદાવાદની નિરમા યુનિવર્સિટીને પણ બોમ્બની ધમકી