HomeGujaratઓનલાઈન ગેમિંગમાં ફસાઈ 16 વર્ષની સગીરા, દુષ્કર્મ બાદ અપહરણ કરનાર યુવક બંગાળથી...

ઓનલાઈન ગેમિંગમાં ફસાઈ 16 વર્ષની સગીરા, દુષ્કર્મ બાદ અપહરણ કરનાર યુવક બંગાળથી ઝડપાયો

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

અમદાવાદમાંથી તાજેતરમાં એક ગેમિંગ જેહાદનો મામલો સામે આવ્યો છે, જેમાં એક 16 વર્ષીય હિંદુ સગીરાને એક પશ્ચિમ બંગાળના યુવકે ઓનલાઇન ગેમિંગના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે તેને મળવા માટે અમદાવાદ આવ્યો હતો. જ્યાંથી સગીરાના ઘરે પણ ગયો અને આરોપ છે કે ત્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ સગીરાને લઈને પશ્ચિમ બંગાળ જવા માટે રવાના થયો હતો, પરંતુ પોલીસને જાણ થઈ જતાં ખડગપુર રેલવે સ્ટેશને બંનેને પકડી લીધાં હતાં. ત્યારબાદ સગીરાને પરિવારને સોંપવામાં આવી અને આરોપી યુવકની ધરપકડ કરી લેવાઈ હતી.

પીડિતા 16 વર્ષની છે અને અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે. હાલ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. આરોપીની ઓળખ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અઝગર (ઉંમર 21 વર્ષ) તરીકે થઈ છે, જે પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને ત્યાં મજૂરીનું કામ કરે છે.

મીડિયા અહેવાલો અનુસાર, આરોપી અને સગીરા વચ્ચે આશરે દોઢ વર્ષ પહેલાં ઓનલાઈન મોબાઈલ ગેમ ‘ફ્રી ફાયર’ રમતી વખતે મિત્રતા થઈ હતી. ગેમ દરમિયાન જ બંનેએ એકબીજાના મોબાઈલ નંબર લીધા અને વોટ્સએપ પર નિયમિત ચેટિંગ શરૂ થઈ. દરમ્યાન અગાઉ પણ બે વખત આરોપી અમદાવાદ આવ્યો હતો અને સગીરાના ઘરે કોઈ ન હોય ત્યારે તેને મળી ગયો હતો તેવું પણ તપાસમાં જાણવા મળ્યું છે.

તાજેતરમાં અજગર 22 જાન્યુઆરી 2026ના રોજ પશ્ચિમ બંગાળથી અમદાવાદ આવ્યો હતો અને પીડિતાના ઘરે પહોંચ્યો હતો. આરોપ છે કે જ્યારે ઘરમાં કોઈ ન હતું ત્યારે તેણે સગીરા સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. ત્યારબાદ તેણે સગીરાને ફોસલાવી અને પશ્ચિમ બંગાળ તેની સાથે આવવા માટે કહ્યું. 23 તારીખે બંને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને બંગાળ જવા રવાના થઈ ગયાં હતાં.

બીજી તરફ પીડિતા ગાયબ થતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને કોઈ ભાળ ન મળતાં પરિવારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને મોબાઈલ લોકેશન, કોલ રેકોર્ડ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન શોધી કાઢ્યું. બંને ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ જઈ રહ્યાં હોવાનું જાણીને ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.

ટ્રેન ખડગપુર પહોંચતાં જ રેલવે પોલીસે આરોપી અને પીડિતાને ઝડપી લીધાં હતાં. વેજલપુર પોલીસની ટીમ પણ ત્યાં પહોંચીને આરોપીની કસ્ટડી લઈને અમદાવાદ પરત લાવી અને પીડિતાને તેના પરિવારને સોંપી દીધી છે. વેજલપુર પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત પોક્સો એક્ટ અને એસસી/એસટી એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે. આરોપીનો મેડિકલ રિપોર્ટ બાકી છે, ત્યારબાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

એ.એમ. ડિવિઝનના એસીપી એ.બી.વાળંદે જણાવ્યું કે, “અમારા ટેકનિકલ સર્વેલન્સમાં આરોપી ટ્રેન મારફતે પશ્ચિમ બંગાળ તરફ જઈ રહ્યો હોવાનું જણાયું હતું. અમે તાત્કાલિક ખડગપુર રેલવે પોલીસને એલર્ટ કરી હતી. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે.”

Subscribe

Latest stories