HomeGujaratઅમદાવાદમાં SG હાઈવે પર AMTS બસમાં ભીષણ આગ, આગનું કારણ અકબંધ

અમદાવાદમાં SG હાઈવે પર AMTS બસમાં ભીષણ આગ, આગનું કારણ અકબંધ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

અમદાવાદના એસજી હાઈવે પર AMTSની એક બસમાં વહેલી સવારે એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં થોડી જ મિનિટોમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના દ્રશ્યોમાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાતા જોવા મળ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. વહેલી સવારનો સમય હોવાને કારણે બસમાં મુસાફરોની સંખ્યા ઓછી હતી અને ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર વિભાગની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ ઘટનાએ શહેરી પરિવહનની સુરક્ષા અને બસોની જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સામાન્ય રીતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બસ ગરમ થવા કે સ્પાર્ક થવાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોય છે, પરંતુ જ્યારે હાડ થીજવતી ઠંડી હોય અને વહેલી સવારે જ બસમાં આગ લાગે ત્યારે તે ટેકનિકલ ખામી તરફ સ્પષ્ટપણે ઇશારો કરે છે. આ બાબતની તપાસ થવી અનિવાર્ય છે કે બસના નિર્માણમાં કોઈ કંપની સ્તરે ફોલ્ટ છે કે કેમ કોર્પોરેશન દ્વારા ખરીદવામાં આવતી બસો ખાસ કરીને ઇલેક્ટ્રિક બસોમાં જો આવા બનાવો બને તો તેની જવાબદારી ઉત્પાદક કંપનીની બને છે?.

આ પ્રકારે અવારનવાર ઠંડી કે ચોમાસાની ઋતુમાં પણ બસોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે, જે તપાસનો વિષય છે. જોકે કોર્પોરેશનના અધિકારીઓ માત્ર નવી બસોનો ઓર્ડર આપવામાં રસ ધરાવે છે, પરંતુ આવા બનાવોના મૂળ કારણ સુધી પહોંચીને તપાસ કરવામાં આજ દિન સુધી કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી. જો આ બસમાં વધુ સંખ્યામાં મુસાફરો સવાર હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, જે એક ગંભીર ચિંતાનો વિષય છે.

અધિકારીઓ આવી ઘટનાઓ બને ત્યારે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરવામાં આળસ દાખવે છે અને નીચેના સ્તરના કર્મચારીઓ પર બધું છોડી દે છે. હાલના તબક્કે બસને ઘટનાસ્થળેથી ખસેડીને ડેપોમાં મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ ઘટનાના કારણોની સ્થળ પર જ તપાસ થવી જોઈએ. કંપનીના જવાબદાર કર્મચારીઓ અને કોર્પોરેશનના અધિકારીઓએ ટેકનિકલ નિષ્ણાતો સાથે ઘટનાસ્થળે હાજર રહીને આગ લાગવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. આમ કરવાથી ભવિષ્યમાં આવા બનાવોને ટાળી શકાય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આવા બનાવો ટાળવામાં રસ ન હોવાને કારણે જ માત્ર નવી બસોનો ઓર્ડર અપાય છે, પરંતુ કઈ કંપનીની બસોમાં આવી ઘટનાઓ બને છે તેની દરકાર કોઈ લેતું નથી. આ ઘટનાએ બસોની જાળવણી, ટેકનિકલ ખામીઓ અને તંત્રની બેદરકારી પર અનેક મોટા સવાલો ઉભા કર્યા છે, જેની ગંભીરતાપૂર્વક તપાસ થવી અત્યંત જરૂરી છે.

Subscribe

Latest stories