Thursday, Dec 25, 2025

મધ્ય પ્રદેશમાં 28 વર્ષીય મહિલાએ એકસાથે ચાર બાળકોને જન્મ આપ્યો, ચારેય નવજાતનું મોત

3 Min Read

એક અત્યંત દુર્લભ તબીબી ઘટનામાં મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના જુન્નરદેવ ગામની 28 વર્ષીય મહિલાએ તાજેતરમાં એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. જો કે પ્રસવના તુરંત બાદ ચારેય નવજાતના મોત થતા સાત લાખ પ્રસવમાંથી એકમાં બનતી આ અતિશય અસામાન્ય બાબતનો દુઃખદ અંત આવ્યો હતો. આ કેસ જોડિયા બાળકોના જન્મ સાથે સંકળાયેલી પ્રસવ સાથે સંકળાયેલા જોખમો પ્રત્યે લોકોનું તેમજ મેડિકલ નિષ્ણાંતોનું ધ્યાન ખેંચ્યું છે, ખાસ કરીને મર્યાદિત સ્રોત અને સંસાધનો હોય તેવા વિસ્તારમાં બાળકો તેમજ માતાના જીવ બચાવવાનું કાર્ય મુશ્કેલ હોય છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર જુન્નરદેવના રોરાઢેકનીમલ ગામની ગુન્નોબાઈ નામની 28 વર્ષીય મહિલાએ સમય પહેલા એક સ્થાનિક આરોગ્ય સેવા ખાતે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. અકાળે જન્મમાંથી ઉદ્ભવતી ગૂંચવણોને કારણે નવજાત બાળકોને તુરંત વધુ મેડિકલ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમાંથી બે બાળકોનું રસ્તામાં જ મોત થયું હતું જ્યારે બાકીના બે હોસ્પિટલમાં દાખલ થયાના ટૂંક સમયમાં જ અવસાન પામ્યા. હોસ્પિટલના સ્રોતોએ પુષ્ટી કરી કે નવજાત બાળકોના ફેફસા ગંભીર રીતે અવિકસીત હતા, જે એકસાથે વધુ બાળકોના જન્મ થવાની બાબતમાં સામાન્ય પણ ગંભીર સમસ્યા હોય છે.

જિલ્લા હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું કે નવજાત બાળકોનું વજન અત્યંત ઓછું હતું અને ગંભીર રીતે અવિકસીત હતા. હોસ્પિટલ સુધી પહોંચનાર એક બાળકીનું વજન 600 ગ્રામ હતું જ્યારે બાળકનું વજન માત્ર 350 ગ્રામ હતું. તેમના ફેફસા પણ અવિકસીત હોવાથી સ્વતંત્ર રીતે શ્વાસ લેવાનું અશક્ય હતું. રસ્તામાં જ અવસાન પામેલા બે અન્ય બાળકોના વજન પણ આશરે 600 ગ્રામ જેટલા હતા.

ડોક્ટરોએ જણાવ્યું કે જુન્નરદેવ વિસ્તારમાં જન્મ સમયે બાળકોના ઓછા વજન સામાન્ય બાબત છે અને નવજાત બાળકોના જન્મસમયના વજન આશરે બે કિલો હોય છે. આ ચાર બાળકોના જન્મની બાબતમાં માતાનું શરીર ચાર ગર્ભના વિકાસને પૂરતો ટેકો ન આપી શક્યું, જેના પરિણામે તેમના મહત્વના અવયવો અવિકસીત રહ્યા.

ડોક્ટરોએ વધુ માહિતી આપી કે ચાર બાળકોનો જન્મ થતો હોય તેવી પ્રસૂતિમાં વધુ જોખમ રહેલું હોય છે અને તેમાં પ્રસવ પછી સતત નિરીક્ષણ, વિશેષ પ્રસુતિ સંભાળ અને આધુનિક શ્વસન સપોર્ટની જરૂર હોય છે. આવા કેસોમાં સામાન્ય રીતે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (આઈવીએફ) સહિતનીરિપ્રોડક્ટીવ ટેકનોલોજીની મદદ લેવામાં આવતી હોય છે. જો કે અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રસૂતિ અચાનક હોવાથી પડકારજનક બની હતી જે મેડિકલ ક્ષેત્રમાં વધુ દુર્લભ અને પડકારજનક હોય છે. અકાળે થતી પ્રસૂતિ આવી ગર્ભાવસ્થામાં લગભગ અનિવાર્ય હોય છે જેના કારણે નવજાતના બચવાની તકો મર્યાદિત બને છે.

Share This Article