સુરત હવાઈમથક ખાતે ભારતના રાષ્ટ્રીય ગાન “વંદે માતરમ”ની 150મી વર્ષગાંઠની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં CISFના અધિકારીઓ/કર્મચારીઓ, એરપોર્ટ સ્ટાફ, એરલાઇન પ્રતિનિધિઓ તેમજ મુસાફરોએ રાષ્ટ્રગીતનું સામુહિક ગાન કર્યું હતું. અને અંતે “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના જયઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે એ.એસ.જી કમાન્ડન્ટશ્રી કુમાર અભિષેકે “વંદે માતરમ”ના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે, આ ગીત માત્ર ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતિક નથી. પરંતુ વંદે માતારમ દેશ પ્રત્યેના સમર્પણ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો અવિસ્મરણીય સંદેશ આપે છે.
આ સાથે જ ઉપસ્થિત સૌ ‘સ્વદેશી અપનાવો’ના શપથ ગ્રહણ કરી ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયાં હતાં.