દરોમાં મોટા ફેરફાર, સામાન્ય માણસને મળશે રાહત
GST કાઉન્સિલની 56મી બેઠક 3 અને 4 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા GST 2.0 સુધારા પર ચર્ચા થશે, જેમાં હાલના પાંચ સ્લેબને ઘટાડીને ફક્ત બે દર – 5 ટકા અને 18 ટકાના રાખવાનો પ્રસ્તાવ છે. 12 ટકા અને 28 ટકાના સ્લેબને મર્જ કરવાની ભલામણ મંત્રીઓના જૂથે સ્વીકારી લીધી છે. ખાસ કરીને, દારૂ, જુગાર અને તમાકુ જેવા હાનિકારક પદાર્થો પર 40 ટકા GST લાગુ કરવાની ચર્ચા પણ થશે.
નાણા મંત્રાલયના સૂત્રો મુજબ, આ નવા માળખાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. નમકીન, નૂડલ્સ, માખણ, ઘી જેવી આવશ્યક વસ્તુઓ 5 ટકા સ્લેબમાં આવશે જ્યારે નાની કાર પરનો GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા થવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપેલા સંદેશમાં વચન આપ્યું હતું કે GST સુધારાથી આવનારી દિવાળી સુધીમાં દેશના સામાન્ય માણસને સીધો લાભ મળશે.