Wednesday, Nov 5, 2025

સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુરાચારનો પ્રયાસ, આરોપીને લોકોએ પકડ્યો

1 Min Read

સુરતના અડાજણમાં 7 વર્ષની બાળકી સાથે અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે. લોકોએ હવસખોરને પકડી માર મારી પોલીસને સોપી દીધો હતો. અડાજણમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક પ્રોગરામ ચાલતો હતો. બાળકો અહીં આવેલા ગાર્ડનમાં રમવા ગયા હતા. 20 વર્ષના યુવકે 7 વર્ષીય બાળકી સાથે યુવકે લાભ લઈ અડપલા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

શહેરમાં સાંજના સમયે બાળકો ગાર્ડનમાં રમતા હતા. ત્યારે પાસે આવેલી કોલોનીમાં રહેતો 20 વર્ષનો જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં આવ્યો હતો. તેણે બાળકીને તું અહીંયા છુપાઈ જા તેને કોઈ શોધી નહીં શકે તેમ કહી દીકરીને ઝાડ પાછળ લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી ડરી ગઈ હતી. બાળકી ભાગી પોતાની મમ્મી પાસે પહોંચી ગઈ હતી.

લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપ્યો

બાળકીએ સમગ્ર હકીકત માતાને જણાવી હતી. લોકોએ હવસખોરને પકડી મેથીપાક આપી પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી અડપલા કરનાર જીગ્નેશ જેન્તીભાઈ રાઠોડને પકડી પાડ્યો હતો. આ બનાવને પગલે બાળકીની માતાએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article