Saturday, Oct 25, 2025

ગુજરાત પુલ અકસ્માત: મૃત્યુઆંક વધીને 15 થયો, ચાર હજુ પણ ગુમ

1 Min Read

વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યો છે. તેમાં બે ટ્રક, બે પિકઅપ, એક રિક્ષા નદીમાં ખાબકી હતી. 15 લોકોના મોત, 4 જેટલા લોકોને બચાવી લેવાયા છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બ્રિજ તૂટ્યો હતો. તપાસ માટે સરકારે 6 સભ્યોની કમિટી રચી છે. માર્ગમકાન વિભાગના 6 સભ્યો તપાસ કરશે. 1986માં 832 મીટર લાંબો બ્રિજ બન્યો હતો. તથા બ્રિજ તૂટતા હવે 40 કિમી ફરીને જવાનો વારો આવ્યો છે.

વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે , “માહી નદી દુર્ઘટનામાં આજે સવારે ત્રણ મૃતદેહ મળી આવ્યા છે, જેનાથી મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે.”

કલેક્ટરે કહ્યું, “આજે સવારે 7 વાગ્યે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. NDRF અને અન્ય ટીમો ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કાર્ય ચાલુ છે. મોટાભાગના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15 લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને 4 લોકો ગુમ છે.”

Share This Article