વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા છે. આજે વહેલી સવારે 7.30 વાગ્યે બ્રિજ તૂટવાની દુર્ઘટના ઘટી છે. તેમજ કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બ્રિજ તૂટ્યાની ઘટનમાં મૃત્યુ પામેલા લોકોના નામ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં 2 વર્ષના બાળકનું પણ મોત નિપજ્યું છે. નીચે મૃતકોની યાદી આપવામાં આવી છે.
જાણો મૃતકોની યાદી
- વૈદિકા પઢિયાર- ઉંમર 4 વર્ષ
- નૈતિક પઢિયાર- ઉંમર 2 વર્ષ
- રમેશ પઢિયાર- ઉંમર 50 વર્ષ
- કાનજી માછી- ઉંમર 70 વર્ષ, ગંભીરાના રહેવાસી
- વખતસિંહ જાદવ- ઉંમર 42 વર્ષ, કાનવાના રહેવાસી
- હસમુખ પરમાર- ઉંમર 42 વર્ષ
- અન્ય 3 લોકોની ઓળખ થવાની બાકી
ઈજાગ્રસ્તોની યાદી
- સોનલબેન રમેશભાઈ પઢિયાર, ઉંમર 45, ગામ-દરિયાપુરા
- નરેન્દ્રસિંહ રતનસિંહ પરમાર, ઉંમર 45, ગામ-દહેવાણ
- ગણપતસિંહ ખાનસિંહ રાજુલા, ઉંમર 40, ગામ-રાજસ્થાન
- દિલીપભાઈ રામસિંહ પઢિયાર,ઉંમર 35, ગામ-નાની શેરડી
- રાજુભાઈ ડુડાભાઇ,ઉંમર 30, ગામ-દ્વારકા
- રાજેશભાઈ ઈશ્વરભાઈ ચાવડા,ઉંમર 45, ગામ-દેવાપુરા
વડોદરા બ્રિજ દુર્ઘટના મામલે પીએમ મોદીએ ટ્વીટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાની પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી છે. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું કે ગુજરાતના વડોદરા જિલ્લામાં પુલ તૂટી પડવાથી થયેલી જાનહાનીથી ખૂબ જ દુ:ખદ છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે: પ્રધાનમંત્રી @narendramodi.”