ગુજરાત રાજ્યના નવા પોલીસ વડાની આજે જાહેરાત થશે. ડિજીપી વિકાસ સહાય આજે નિવૃત થઈ રહ્યાં છે. વિકાસ સહાયને 3 મહિનાનું એક્સટેન્શન મળે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેમજ નવા DGP તરીકે જી.એસ.મલિક અને સિનિયોરિટી પ્રમાણે કે.એલ.એન. રાવનું નામ પણ મોખરે જોવા મળી રહ્યું છે.
ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત થશે
રાજયના ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત થઈ રહ્યાં છે, તે સમય દરમિયાન તેમને એકસટેન્શન આપવાની ચર્ચા પણ માર્કેટમાં ચાલી રહી છે. આમ જોવા જઈએ તો ડીજીપીનો ચાર્જ ઈન્ચાર્જ તરીકે પણ કોઈ અધિકારીને સોપાઈ શકે છે. વિકાસ સહાય પછી સિનિયર અધિકારીની વાત કરીએ તો મનોજ અગ્રવાલનું નામ પણ છે, તો મનોજ અગ્રવાલને પણ ચાર્જ સોંપાઈ શકે છે. કેમકે મનોજ અગ્રવાલ સપ્ટેમ્બર મહિનામાં નિવૃત થઈ રહ્યાં છે, મનોજ અગ્રવાલને 3 મહિના માટે ડીજીપી બનાવી શકાય તેવી વાત પણ સૂત્રો તરફથી મળી રહી છે.