કોરોનાના સંક્રમણે માત્ર વયસ્કો નહીં પરંતુ બાળકોના જીવનને પણ જોખમમાં મૂકી દીધું છે. તાજેતરમાં દિલ્હીમાંથી 5 મહિનાના બાળકના કોરોના કારણે મૃત્યુની ખબર સામે આવી છે. ઓડિશાના સ્કૂલોમાં વધતા કોરોના કેસને ધ્યાનમાં રાખી COVID પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યા છે. હાલ દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 5,364 છે, જ્યારે અત્યાર સુધીમાં 55 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
ગત 24 કલાકમાં COVID-19ના 500 નવા કેસ સામે આવ્યા છે. કેરળ રાજ્ય સૌથી વધુ પ્રભાવિત છે જ્યાં અત્યાર સુધી 1,679 કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં 615, પશ્ચિમ બંગાળમાં 596 અને દિલ્હીમાં 592 સક્રિય કેસ છે. મહારાષ્ટ્ર પણ પાછળ નથી રહીયો, ત્યાં 548 સક્રિય કેસ નોંધાયા છે. દેશના વિવિધ રાજ્યઓ નવા કોરોના વેરિઅન્ટના કારણે અસરગ્રસ્ત થઈ રહ્યાં છે.
કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
કોરોના વેરિઅન્ટની તપાસ
રાજ્યોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખી કેરળમાં COVID-19 2023 માર્ગદર્શિકા અનુસરવા આદેશ અપાયો છે. ઈન્ફ્લુએન્ઝાના હલ્કા લક્ષણ ધરાવતા દર્દીઓને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. તેમજ હોસ્પિટલોમાં પણ માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. દેશના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં કોરોના વેરિઅન્ટનું જીન સિક્વેન્સિંગ કરવામાં આવ્યું છે જેમાં LF.7, XFG, JN.1 અને NB.1.8.1 સીરીઝના વેરિઅન્ટ્સ મળી આવ્યા છે.