Thursday, Oct 23, 2025

દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 1,200ને પાર! સૌથી વધુ આ રાજ્યમાં

2 Min Read

ભારતમાં ફરી એકવાર કોરોનાવાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસોની સંખ્યા 1200 થી વધુ થઈ ગઈ છે. કેરળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજ્યોને દેખરેખ અને તકેદારી વધારવા સૂચના આપવામાં આવી છે.

દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. હાલમાં બધા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જો આપણે આખા દેશની વાત કરીએ તો, એક અઠવાડિયામાં 1200 થી વધુ કેસ નોંધાયા છે. માત્ર આંકડા જ નહીં, કોરોનાને કારણે થયેલા મૃત્યુએ પણ ફરી એકવાર ભય વધાર્યો છે. અત્યાર સુધીમાં 12 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોવિડ-19 આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. પહેલા અહીં ચાર દર્દીઓ દાખલ હતા, જેમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ હવે ફક્ત બે દર્દીઓ જ દાખલ છે. બંને દર્દીઓની હાલત સ્થિર છે અને તેઓ હવે સ્વસ્થ અનુભવી રહ્યા છે. તેમને ચાર દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ અને તાવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Share This Article