Thursday, Oct 23, 2025

કોરોનાએ ફરીથી માથું ઉચક્યું, ગુજરાતમાં 7, દેશમાં 257 કેસ નોંધાયા

2 Min Read

મુંબઈમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 53 થી વધુ કેસ નોંધાયા છે, આ દરમિયાન ભારત સહિત ગુજરાતમાં પણ કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 છે, છેલ્લા એક સપ્તાહમાં જ 6 નવા કેસ નોંધાયા છે. દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતાં રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે.

ભારતમાં કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં છે. કેરળ 95 કેસ સાથે મોખરે છે. તમિલનાડુ 66 કેસ સાથે બીજા, મહારાષ્ટ્ર 56 કેસ સાથે ત્રીજા, કર્ણાટક 13 કેસ સાથે ચોથા, પુડ્ડુચેરી 10 કેસ સાથે પાંચમા ક્રમે છે. કોરોનાના કેસમાં આવેલો ઉછાળા પાછળ અનેક કારણ જવાબદાર છે. તેમાં વેક્સિનથી શરીરમાં ઉભી થયેલી રોગ પ્રતિકારક શક્તિ ધીમે ધીમે ખતમ થવી, મિશ્ર ઋતુ વગેરે જવાબદાર છે.

આ વેરિએન્ટ એલ એફ. 7 અને એનબી 1.8 છે આ બંને જેએન .1 વેરિએન્ટથી એડવાન્સ છે. ઉલ્લેખનીય છે કે જેએન.1 વેરિએન્ટનો જ વર્તમાનમાં કોવિડ વેકિસન તૈયાર કરવામાં ઉપયોગ શરુ થયો હતો. થાઇલેન્ડમાં વેકેશન પછી કોરોના સંક્રમણ કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. નવો વેરિએન્ટ વેક્સિનથી બનેલી ઈમ્યુનિટીને બાયપાસ કરી જાય છે.

કોવિડ-19 ના સામાન્ય લક્ષણોમાં મુખ્યત્વે તાવ, ઉધરસ (સૂકી અથવા કફ સાથે), ગળામાં દુખાવો, થાક, શરીરમાં દુખાવો અને માથાનો દુખાવો સામેલ છે. આ સાથે, ક્યારેક શરદી, વહેતું નાક, સ્વાદ કે ગંધ ન આવવી જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ લક્ષણો ઘણીવાર સામાન્ય શરદી જેવા જ હોઈ શકે છે અને વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી એ મુખ્ય જોખમી સંકેત છે. જો તમને ઉપરોક્ત કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તમારે તાત્કાલિક મ્યુનિસિપલ ક્લિનિક, હોસ્પિટલ અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Share This Article