રાજકોટ જિલ્લાના ધોરાજીથી સુપેડી ગામ જવાના રસ્તે ઈનોવા કાર કોઇ કારણસર પલટી જતાં અકસ્માત સર્જાયો. ઘટનામાં કારમાં સવાર 6માંથી 4નાં મોત નીપજ્યાં છે, જ્યારે બે 2 ઇજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા છે, જ્યારે ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કારમાં કુલ 6 વ્યક્તિઓ સવાર હતા. જેમાં ચાર વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઉલ્લેખનીય છે કે ઓવર સ્પીડના કારણે કારને અકસ્માત નડ્યો હતો. કારની ઝાડ સાથે ટક્કર થયા બાદ રોડની સાઈડ પર પડી હતી. કારમાં સવાર લોકોના મૃતદેહ આસપાસ પડ્યા હતા.
મૃતકોનાં નામ
- વલ્લભભાઈ રૂઘાણી
- કિશોરભાઈ હિરાણી
- આશીફ ભાઈ
- આફતાબ ભાઈ
ઈજાગ્રસ્ત નાં નામ
- રશ્મિન ગાંધી
- ગૌરાંગ રૂઘાણી