અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. અમરનાથ યાત્રા ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંનું એક છે, જેમાં ભક્તો જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ ગુફામાં કુદરતી રીતે બરફથી નિર્મિત શિવલિંગના દર્શન કરે છે. દર વર્ષે દેશભરમાંથી હજારો લોકો અમરનાથ યાત્રામાં આવે છે. જો તમે વર્ષ 2025માં અમરનાથ યાત્રા પર જવા માંગતા હો, તો અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન 16 એપ્રિલ, 2025 થી શરૂ થઇ ગયું છે. આ યાત્રા માટે રજિસ્ટ્રેશન ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. ભક્તો હવે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) ની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા અધિકૃત બેંકો દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
હકીકતમાં, અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરવાતી વખતે જે યાત્રીએ હેલ્થ સર્ટિફિકેટ (CHC) જેવી મહત્વપૂર્ણ વિગતો પ્રદાન કરવાની રહેશે. આ યાત્રા પર જવાનું આયોજન કરી રહેલા ભક્તોને છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલી ટાળવા માટે સમયસર નોંધણી કરાવવાની સલાહ આપવામાં આવે છે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો?
અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન દેશભરમાં આવેલી 533 બેંક શાખાઓમાં કરાવી શકાશે. રાજ્યના 20 જિલ્લાઓમાં રજીસ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં પેજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન આધારકાર્ડ મારફતે કરવામાં આવશે અને બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવશે.
જાણો ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
- તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલા SASB વેબસાઇટ jksasb.nic.in ઓપન કરો.
- હોમ પેજ પર દેખાતી “ઓનલાઈન સર્વિસ” (Online Services) પર ક્લિક કરો.
- “યાત્રા પરમિટ નોંધણી” (Yatra Permit Registration) વિકલ્પ પસંદ કરો.
- બધી શરતો અને સૂચનાઓ બરાબર વાંચો અને “હું સંમત છું” (I Agree) પર ક્લિક કરો અને Register પસંદ કરો.
- તમારું નામ, યાત્રાની તારીખ, મોબાઇલ નંબર, આધાર નંબર જેવી જરૂરી વિગતો દાખલ કરો. પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હેલ્થ સર્ટિફિકેટ (CHC) પણ અપલોડ કરો.
- તમારા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરી વેરિફાઇ કરો.
- તમને બે કલાકમાં પેમેન્ટ લિંક પ્રાપ્ત થશે. લગભગ રૂ. 220 રૂપિયા ફી ચૂકવવી પડશે.
- પેમેન્ટ થયા બાદ તમે પોર્ટલ પરથી તમારી યાત્રા પરમિટ ડાઉનલોડ કરી શકો છો.
અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરવાની પ્રકિયા
- અમરનાથ યાત્રા માટે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. જે લોકો ઓફલાઇન મોડ પસંદ કરે છે તેમના માટે જમ્મુ અને કાશ્મીર સરકારે વૈષ્ણવી ધામ, પંચાયત ભવન, મહાજન હોલ અને અન્ય ઘણા સેન્ટર બનાવ્યા છે.
- યાત્રાની તારીખના ત્રણ દિવસ પહેલા નજીકના કેન્દ્ર પરથી ટોકન સ્લિપ મેળવો.
- બીજા દિવસે સરસ્વતી ધામ જાઓ, ત્યાં તમારો મેડિકલ ચેકઅપ અને રજીસ્ટ્રેશન થશે.
- જમ્મુમાં RFID કાર્ડ સેન્ટરની મુલાકાત લો અને તે જ દિવસે તમારું કાર્ડ લઈ લો.